Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વોર્ડ નં. ૪ માં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ

વોર્ડ નં. ૪ માં ધોળકીયા સ્કુલ સામે, જુના મોરબી રોડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ પ્રદેશ સંગઠન મંત્રી અને સૌરાષ્ટ્ર ઇસ્ટ ઝોનના અજીતભાઇ લોખીલ તથા શહેર અધ્યક્ષ શિવલાલ પટેલના હસ્તે કરાયો હતો. શહેરના તમામ હોદેદારો, મહિલા મોરચાના આગેવાનો, યુથ વીંગના હોદેદારો તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ. શહેર સંગઠનમંત્રી રાહુલભાઇ ભુવા, વોર્ડ પ્રમુખ હાર્દીકભાઇ રાબડીયા, પ્રભારી પાલજીભાઇ રાઠોડ, વોર્ડ સંગઠન મંત્રી કેયુરભાઇ ડોડીયા, વોર્ડ મહામંત્રી મોહીતભાઇ રંગાણી, વોર્ડ યુવા પ્રમુખ ગૌરવભાઇ અમીપરા, વોર્ડ મહીલા પ્રમુખ ભાવનાબેન બાંભોલીયા, શહેર ઇસ્ટ ઝોન પ્રભારી અનિલભાઇ ઠુમ્મરે જહેમત ઉઠાવી હતી. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવાયુ છે. 

(4:08 pm IST)