Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનારા હવસખોરનો ચહેરો સીસીટીવી ફૂટેજને આધારે સામે આવ્યો

ટીમો બનાવી પ્ર.નગર પોલીસની સતત દોડધામ

રાજકોટ : સદર બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં આરએસએસની શાખામાં અને રમત ગમત માટે રવિવારે સવારે ગયેલા ૧૩ વર્ષના છાત્રને આશરે ૩૦ વર્ષના એક ઢગાએ 'ચાલ તને ક્રિકેટ રમવા ટેનિસનો દડો અપાવી દઉં' તેમ કહી પોતાના બાઇકમાં બેસાડી રાજકોટ મેડિકલ કોલેજ પાછળ સી.એલ.એફ. કવાર્ટર પાછળ પોસ્ટ મોર્ટમ રૂમ નજીક અવવારૂ જગ્યાએ લઇ જઇ તેના હાથ દોરીથી બાંધી દઇ તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ હવસખોર સામે ગુનો નોંધી પ્ર.નગર પોલીસ તેને શોધી રહી છે. અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં હવસખોરનો ચહેરો સામે આવ્યો છે તેના આધારે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, દેવશીભાઇ ખાંભલા સહિતની ટીમ આ ઢગાને શોધી રહી છે. 

(4:06 pm IST)