Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

'હાશ... વાળી છાશ' : કોઇને છાશ પીવડાવવાનું પૂણ્ય તમે પણ કમાવ

રાજકોટ : ૧૪ વર્ષની વયે છાશવાલાની ફ્રેન્ચાઇઝી લઇ બાપાસીતારામ ચોક, મવડી ખાતે નાના પાયે દુકાન શરૂ કરનાર દેવલ વોરાએ પોતાને ત્યાં આવતા ગરીબ ફેરીયાઓ, મજુરોને વિનામુલ્યે છાશનો ગ્લાસ આપવાની પહેલ કરી છે. સાથો સાથ એવી એક યોજના પણ બનાવી છે કે ૧૫ ઓગષ્ટ સુધી છાશ, લસ્સી, દહીં, મઠ્ઠો, રબડી કંઇ પણ ખરીદી કરવા આવનાર માત્ર એક છાશના (રૂ.૧૦) વધુ રૂપિયા ચુકવે અને આ ચુકવાયેલી રકમની એક ચીઠ્ઠી દિવાલ પર ચોંટાડી દેવાની. આવી દરેક ચીઠ્ઠી સામે જરૂરીયાતમંદ ગરીબોને વિનામુલ્યે છાશ પીવડાવાશે. આમ કોઇને મફત છાશ પીવડાવવાનું પૂણ્ય આપ પણ કમાઇ શકશો. એટલુ જ નહીં અન્ય કોઇ વસ્તુ ડોનેટ કરવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ નવતર યોજનાને 'હાશ ... વાળી છાશ' ટાઇટલ આપેલ છે. આ માટે ૧૫ ઓગષ્ટ સુધીમાં સવારે ૯ થી રાત્રે ૧૦.૪૫ દરમિયાન બાપાસીતારામ, મવડી શાખા, છાશવાલા દુકાન (મો.૯૩૧૩૮ ૦૫૩૯૩) ની અચુક મુલાકાત લેવા દેવલ વોરા (મો.૯૯૭૮૯ ૫૧૦૭૮) એ અપીલ કરી છે. 

(3:40 pm IST)