Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

શ્રી અલકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી

રાજકોટઃ રૈયા રોડ પર અલકેશ્વર સોસાયટીમાં પચ્ચીસ વર્ષથી બીરાજતાં શ્રી અલકેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણીનો આરંભ થયો છે. આખો મહિનો ભાવિકો અહિ ધાર્મિક ભાવના સાથે ભોળીયાનાથના દર્શનાર્થે ઉમટતાં રહે છે. દર સોમવારે મહાદેવને ખાસ શણગાર કરવામાં આવે છે. સાથોસાથ કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાવાય છે. અલકેશ્વર મિત્ર મંડળ દ્વારા ભકતો માટે પ્રસાદનું પણ આયોજન થતું રહે છે.

(3:39 pm IST)