Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કાગદડીના મહંતના ચકચારી આપઘાતના કેસમાં બે મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૦: મહંત આપઘાત કેસમાં મુખ્ય આરોપીઓની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી.

મહંત જયરામદાસ ગુરૂપ્રેમદાસ તારીખ ૧-૬-ર૧ના રોજ શ્રી ખોડીયારધામ આશ્રમ કાગદડી, રાજકોટ ખાતે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરેલ. જે બાદ મહંતના રૂમમાંથી હાલના અરજદાર/આરોપી હિતનેષ લખમણ જાદવ રહે. પ્રશ્નાવાડા, સુત્રાપાડા ત્થા અલ્પેશકુમાર પ્રતાપભાઇ સોલંકી, રહે. પેઢાવાડા, તા. કોડીનાર તેમજ અન્ય સહ આરોપી વિક્રમ સોહલા વિરૂધ્ધ સ્યુસાઇડ નોટ લખી ત્રણએ આરોપીઓ વિરૂધ્ધ ત્રાસ ગુજારી, અવારનવાર મારકુટ કરી દુઃખ ત્રાસના કારણે આત્મહત્યા કરેલ તેમજ મહંતના સ્ત્રી સાથેના વીડીયો ઉતારી વીડીયો કલીપ ઉતારી બ્લેકમેઇલ કરી આર્થિક લાભ મેળવેલ જેથી મહંત ત્રાણએ આરોપીના દુઃખ ત્રાસથી કંટાળી આત્મહત્યા કરેલ હતી. સ્યુસાઇડ નોટમાં અરજદાર/આરોપીઓના પ્રથમથી નામ હતા. બન્ને આરોપીએ બનાવ બાદથી નાસતા ફરતા હોય, આગોતરા જામીન પર છુટવા નામ. કોર્ટ સમક્ષ અરજી કરેલ હતી.

બંને પક્ષોની દલીલો ધ્યાને લીધા બાદ એડી. સેશન્સ જજ પી. એન. દવે દ્વારા હાલના બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રથમ દર્શનીય રીતે પુરાવા રજુ થયેલ છે. સ્યુસાઇડ નોટમાં હાલના અરજદાર આરોપીઓના નામ છે. સ્યુસાઇડ નોટની હકીકતો જોતા બન્ને આરોપીએ દુઃખ ત્રાસ આપેલ તેને બ્લેકમેઇલ કરવાના આરોપો છે. ખાસ આરોપીઓનો મુખ્ય ટોલ હોય, આરોપીઓ તપાસમાં સાથ સહકાર આપતા ન હોય, ગુન્હાની ગંભીરતા જોયા બંને આરોપીઓની કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન ભટ્ટી હો, તેમજ આરોપીઓને ગુન્હાની જાણકારી હોય, તેમ છતાં પોલીસ તપાસમાં સહકાર આપતા ન હોય, ગુન્હાની ગંભીરતા ધ્યાને લેતા બન્ને આરોપીઓની જામીન અરજી રદ કરતો હુકમ કરેલ હતો. 

(3:38 pm IST)