Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

નાનામવા રોડ આંબેડકરનગર પાસેથી રાહુલ સાહુ પાંચ ચોરાઉ મોબાઇલ સાથે પકડાયો

તાલુકા પોલીસે એમપીના શખ્સને દબોચ્યો : પાંચ મોબાઇલ કબ્જે

રાજકોટ તા. ૧૦ : નાનામવા રોડ પર આંબેડકરનગર મેઇન રોડ પરથી તાલુકા પોલીસે બાતમીના આધારે એમપીના શખ્સને પાંચ ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આંબેડકરનગર મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ મોબાઇલ વેચવા નીકળ્યો હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી.જાડેજા, કોન્સ. હરસુભાઇ સબાડ, મનીષભાઇ સોઢીયા તથા હર્ષરાજસિંહ જાડેજાને બાતમી મળતા આંબેડકરનગર મેઇન રોડ પરથી રાહુલ મુકેશભાઇ સાહુ (ઉ.૨૫) (રહે. આંબેડકરનગર-૩, મોહનભાઇ દાફડાના મકાનમાં ભાડે મૂળ હરદુલી ગામ મધ્યપ્રદેશ)ને પકડી તલાશી લેતા તેના ખીસ્સામાંથી બે ચોરાઉ મોબાઇલ મળી આવ્યા હતા. બાદ પોલીસે તેની પાસે રહેલો થેલો તપાસતા તેમાંથી વધુ ત્રણ ચોરાઉ મોબાઇલ મળી આવતા રાહુલની ધરપકડ કરી હતી. પોલીસે રૂ. ૭૫૦૦૦ની કિંમતના પાંચ મોબાઇલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરી પી.આઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.પી.આહિર તથા એ.એસ.આઇ. આર.બી.જાડેજા, કોન્સ. અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, મનીષભાઇ સોંઢીયા, ધર્મરાજસિંહ રાણા તથા હર્ષરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(3:37 pm IST)