Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મવડી ભવાનીનગર પાસે બાઇકની ઠોકરે ઘવાયેલા લક્ષમણભાઇ ડોબરીયાનું મોત

શનિવારે બાઇક લઇને જતા'તા ત્યારે બાઇકની ઠોકરે ચડી ગયા હતાં

રાજકોટ તા. ૩૦: મવડીમાં ભવાનીનગર પાસે ત્રણ દિવસ પહેલા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા મવડી રામધણ પાસે સંસ્કાર સીટીમાં રહેતાં વૃધ્ધ લક્ષમણભાઇ કરમશીભાઇ ડોબરીયા (ઉ.વ.૭૩)ને ગંભીર ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. 

મવડીમાં રામધણ પાસે સંસ્કાર સિટીમાં રહેતા લક્ષ્મણભાઇ કરમશીભાઇ ડોબરીયા (ઉ.વ ૭૩) શનિવાર સવારે પોતાનું બાઈક હંકારીને સંસ્કાર ઇન્ડસ્ટ્રી એરિયામાં કારખાને જતા હતા ત્યારે ૮૦ ફૂટ રોડ પર ભવાનીનગર નજીક અજાણ્યો બાઇક ચાલક ઠોકરે લઇ ભાગી જતાં લક્ષમણભાઇને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાંઉ અહિ સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં પરિવારમાં ગમીગીની છવાઇ ગઇ હતી.

મૃત્યુ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસમાં જાણ કરતાં હેડકોન્સ. દિલીપસિંહ જાદવે જરૂરી કાર્યવાહી કરી . મૃત્યુ પામનારને બે પુત્ર અને એક પુત્રી છે. 

(3:37 pm IST)