Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ચુનારાવાડની ધની રાઠોડને ત્રણ હજારના દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે પકડી

મહિલા અગાઉ પાંચ ગુનામાં સંડોવાઇ ચુકી છેઃ પીએસઆઇ વનરાજસિંહ. જે. જાડેજા અને તેમની ટીમે કાર્યવાહી કરી

રાજકોટ તા.૧૦: ચુનારાવાડ ચોક શેરીનં.૩માં રહેતી ધની કિશોર રાઠોડ (ઉ.વ.૪૫)નેડીસબીના એએસઆઇ જયેશભાઇ નિમાવત અને ચેતનસિંહ ચુડાસમાની બાતમીને આધારે તેના ઘર પાસેથી રૂ. ૩૦૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લેવાઇ છે.

પીએસઆ વી. જે. જાડેજા અને ટીમના જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ ઝાાલ, ભરતસિંહ પરમાર, કોન્સ.મહેશ ચાવડા, શકિતસિંહ ગોહિલ, સ્નેહ ભાદરકાર, કુલદિપસિંહ જાડેજા સહિતે એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરી અને .ચ્ચ અધિકારીઓના આદેશ મુજબ આ કાર્યવાહી કરી હતી.

પકડાયેલી ધની રાઠોડ વિરૂધ્ધ અગાઉ દારૂના ત્રણ અને હદપાર ભંગના બે ગુના નોંધાઇ ચુકયા છે.

(3:28 pm IST)