Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રૂ. ૪ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી કારખાનેદારનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૦ : ઘણા કિસ્સાઓમાં ફાઈનાન્સરો ચક્રવૃઘ્ધિ વ્યાજ, પેનલ્ટી લગાવી કાયદેસરના લેણાથી વધુ રકમોના ચેકો ભરી લેણાથી વધુ રકમની વસુલાત કરવા કોર્ટમાં ચેક રીટર્નના કેસો લાવી આરોપીને સજા કરવવાની માંગણી કરતા હોય છે તેવો કિસ્સો રાજકોટની અદાલતમાં બહાર આવેલ છે જેમાં રાજકોટમાં મવડી મેઈન રોડ ઉપર વિનાયક નગર, શેરી નં.–૬ માં જય ગોપાલ ફાઈનાન્સના નામે ધંધો કરતા ફાઈનાન્સરે રૂ.૪,૦૦,૦૦૦ના ચેક રીટર્નનો કેસ રાજકોટના બાપા સીતારામ ચોક પાસે ગ્રીન પાર્કમાં રહેતા હાર્દીક પરસોતમભાઈ સોરઠીયા સામે રાજકોટની અદાલતમાં કરેલ, જે કેસ ચાલી જતા રાજકોટના એડી. ચીફ. જયુડી મેજી. એમ.આર. લાલવાણીએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, મવડી રોડ ઉપર ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દીક પરસોતમભાઈ સોરઠીયા વીરૂઘ્ધ મવડી રોડ પર વિનાયકનગરમાં જય ગોપાલ ફાઈનાન્સના માલીક જગદીશ હરજીભાઈ સીંધવે રૂ.૪,૦૦,૦૦૦ના ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી જણાવેલ કે રૂ.૧,૦૦,૦૦૦ચેકથી તથા રૂ.૩,૦૦,૦૦૦ રોકડા મળી રૂ.૪,૦૦,૦૦૦ આરોપીને ફાઈનાન્સથી આપી તે સબંધેનું ધીરધાર અધીકારીને સબંધીત દસ્તાવેજોથી જાણ કરેલ અને આ રકમ પરત અદા કરવા આરોપીએ આપેલ ચેક રીટર્ન થતા તે અન્વયે દસ્તાવેજી પુરાવા સાથે લાવેલ કેસ મુજબની હકીકતો પુરવાર કરેલ હોવાથી આરોપીને સજા કરવા કરેલ રજુઆત સામે આરોપીના વકીલ સુરેશ ફળદુ દ્વારા લંબાણ પુર્વકની દલીલો તથા સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટોના ચુકાદાઓ રજુ કરી ફરીયાદપક્ષના તમામ પુરાવાનો આરોપીએ કોગઝન્ટ એવીડન્સથી ખંડન કરેલ છે જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રજુઆતો કરેલ.

બંને પક્ષેની દલીલો, રેકર્ડ પરનો પુરાવો લક્ષે લેતા ફરીયાદપક્ષ આદલત સમક્ષ ચોખ્ખા હાથે આવેલ ન હોવાનું જણાય છે તેમજ ફરીયાદીનો વ્યવહાર પણ શંકાસ્પદ જણાય છે, ફરીયાદપક્ષ મૌખીક તથા દસ્તવોજી પુરાવો લાવેલ છે તેમા પણ મહત્વનો વીરોધભાષ છે ક્રિમીનલ જયુરીશસ્પુડન્સના પાયાના સીઘ્ધાંત મુજબ ફરીયાદીએ પોતાનો કેસ પુરવાર કરવો પડે જે તહોમત વ્યાજબી શંકાથી પર અને કડીબઘ્ધ રીતે પુરવાર કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ છે તેમ માની આરોપી હાર્દીક સોરઠીયાને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં આરોપી હાર્દીક સોરઠીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(3:27 pm IST)