Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

આઝાદી કા અમૃત મહોત્સવ - મેઘાણી વંદનાના ત્રિદિવસ કાર્યક્રમનો પ્રારંભ

રાજકોટઃ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫ મી જન્મજયંતિની ઉજવણી તથા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા તા. ૯-૧૦-૧૧ ઓગસ્ટ આઝાદી કા અમૃત મહોત્સવ અને મેઘાણી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહના હસ્તે કરવામાં આવેલ. કાર્યક્રમમાં આઝાદીના શૌર્ય ગીતો તથા રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીજી એ લખેલા લોકગીતોનું ગાયન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. મહેશભાઈ ચૌહાણ, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. કલાધરભાઈ આર્ય, ભવનના અધ્યક્ષશ્રીઓ, અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપકો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાતી ભવનના અધ્યક્ષ ડો. મનોજભાઈ જોશીએ સમગ્ર આયોજન કર્યું હતું અને સમગ્ર કલાવૃંદે શૌર્ય ગીતોનું ગાન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામકશ્રી ડો. જે.એચ. ચંદ્રવાડીયા એ કરેલ હતું.

(3:26 pm IST)