Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

શ્રી પંચનાથ હોસ્પિટલમાં નવા તબીબોની નિમણુંકનો સીલસીલો જારીઃ ૩ નવા નિષ્ણાંત ડોકટરોની વરણી

ડો.હેમલ મોટાણી (લેપ્રોસ્કોપીક અને ગેસ્ટ્રો સર્જન), ડો.પ્રજ્ઞ મહેતા (ઓપ્થ્લોમોજી) તથા ડો.ગજેંદ્ર ઓડેદરા (ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ) જેવા નિપૂણ તબીબો જોડાયા

રાજકોટઃ સમય જેમ જેમ સરીતાની જેમ સરકી રહ્યો છે તેમ તેમ શ્રી પંચનાથ હોસ્પિટલમાં લોકો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહયો છે અને દરેક વિભાગો જેમકે સોનોગ્રાફી એકસ-રે ટીએમટી સીટી સ્કેન ઇસીજી એકસ-રે દાંત આંખ કાન નાક ગળા સર્જરી લેબોરેટરી ફીઝીયોથેરાપી ઓપીડી ફાર્મસી જેવા અગત્યના વિભાગો રોજબરોજ ધમધમતા જોવા મળે છે અને દર્દીઓને આત્મીયતા અને સહૃદયભાવે શ્રેષ્ઠ સારવાર આપવામા હોસ્પિટલ તંત્ર સફળ રહ્યુ છે

ડો.હેમલ મોટાણી (લેપ્રોસ્કોપીક અને ગેસ્ટ્રોસજૅન) જેઓએ ૨૦૦૪ના વર્ષ દરમ્યાન એચ એન એલ મ્યુનીસીપલ કોલેજ અમદાવાદ ખાતેથી એમ એસ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે ત્યારબાદ તેઓએ સી જે હોસ્પિટલ સુરેન્દ્રનગર એચ જે દોશી હોસ્પિટલ તેમજ વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે જનરલ અને લેપ્રોસ્કોપીક સજૅન તરીકે ફુલ ટાઇમ સેવા આપેલ છે તેઓ ૧૫ વર્ષથી પણ વધુ સમયથી અનુભવ ધરાવતા હોવાથી નિષ્ણાત તબીબ તરીકે સારી એવી નામના પ્રાપ્ત કરેલ છે તેઓએ તેમની કારકિર્દી દરમિયાન ૬૧૮૮થી પણ વધારે લેપ્રોસ્કોપીક ઓપન જનરલ અને ગેસ્ટ્રો સર્જરી કરેલ છે તેઓ એપેન્ડીક્ષ અસહ્ય પેટનો દુઃખાવો પેટમા રસી થઇ જવી એસીડીટી ગેસ બળતરા કમળો પાચનશકિત મંદ પડવી દુંટી/પેડુ/પેટના દિવાલની સારણગાંઠ સર્જરી થયા બાદ ટાંકા ખુલી જવા જેવી સર્જરી લેપ્રોસ્કોપીક દ્વારા તેમજ મળમાર્ગનો અસહ્ય દુખાવો મળમાર્ગમા ચીરા પડી જવા લોહી પડવુ લોહીના ટકા ઘટી જવા મળમાર્ગમાથી મસા દુર કરવા માટે જનરલ સજૅન તરીકે સારી એવી નિપૂણતા પ્રાપ્ત કરેલ છે તેઓ દર મંગળ ગુરૂ અને શનિવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન મળી શકશે.

ડો.પ્રજ્ઞ મહેતા (એમ.ડી.ડી.ઓ.ડી.એન.બી. (ઓપ્થ) એફ.વી.આર.એસ) જેવી ડીગ્રીઓ પ્રાપ્ત કરેલ છે તેઓએ આંખની કીકીના સર્જરીની તાલીમ તેમજ સૂપરસ્પેશિયાલિટી તરીકેની ડીગ્રી દક્ષિણ ભારતમાં બેંગ્લુરૂ ખાતે આવેલ શંકર આંખની હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત કરેલ છે તદ્દઉપરાંત તબીબોની નેશનલ કોનફરન્સમા અનેક સંશોધનો રજુ કર્યા છે અને તેમાં વિજેતા પણ જાહેર થયેલ છે તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ૫૦૯૩ થી પણ વધારે સર્જરી કરેલ છે તેમજ જટિલ આંખના મોતીયા તેમજ કીકીની સર્જરી લેસર પધ્ધતી દ્વારા કરવાના માહીર ગણાય છે તેઓ દર સોમવારે સાંજે ૩ થી ૫  દરમ્યાન મળી શકશે

ડો. ગજેન્દ્ર ઓડેદરા (એમ.ડી. મેડીસીન તથા ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસટ) તેઓએ ૨૦૦૬ની સાલમાં એમ.ડી.જનરલ મેડીસીનની ઉપાધિ જે એસ એસ મેડિકલ કોલેજ રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાઇનસ મૈસૂર ખાતેથી તેમજ સાલ ૨૦૦૭ થી ૨૦૧૦ દરમ્યાન ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસટ ડી એન બી ડીગ્રી પ્રાપ્ત કરવા માટે અમતા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ કોચી ખાતે તાલીમી તરીકે જોડાયા હતા તેઓએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સેવા આપીને સારો એવો અનુભવ પ્રાપ્ત કરેલ છે તેમની કારકિર્દી દરમિયાન ૩૦૨૭ થી પણ વધારે એનડોસકોપી કરેલ છે તેઓ પેટ આંતરડા લીવર સવાદપિંડુ પિત્ત્।ાશય પિત્ત્।નળી તેના કેન્સર અન્નનળીની મોટેલીટી અસાધ્ય એસીડીટી કબજીયાત વારંવાર થતો કમળો ઝેરી કમળો લોહીની ઉલટી ઝાડા લીવર ટ્રાંસપ્લાંટનુ માર્ગદર્શન લીવર સિરોસીશ જેવા રોગોનું નિદાન અને સારવાર કરવામા નિપૂણતા પ્રાપ્ત કરેલ છે તેઓ સોમ મંગળ ગુરૂ અને શુક્રવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન મળી શકશે.

પંચનાથ હોસ્પિટલમાં ફકત રૂ ૧૦ માં ડાયાબિટીસના દર્દીઓ માટે લોહી તથા યુરીનના પરિક્ષણો કરી આપવામાં આવે છે તેમજ તાવ શરદી ઉધરસ મલેરિયા ડેન્ગ્યુ ટાઇફોઇડ જેવા રોગોનુ નિદાન કરતાની સાથે જ તેની દવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે સેવાકીય ઉદેશ સિધ્ધ કરવા માટે આ પરંપરા છેલ્લા ૧૮ વર્ષથી જાળવી રાખવામા આવેલ છે.

શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ, માનદ મંત્રી મયૂરભાઇ શાહ કોષાધ્યક્ષ ડી. વી. મહેતા, ટ્રસ્ટીઓ ડો. રવિરાજ ગુજરાતી, અનિલભાઈ દેસાઈ,  વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, સંદીપભાઇ ડોડીયા, જેમીનભાઇ જોષી, નિરજભાઇ પાઠક, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઇ પટેલ, જેવા સેવાભાવી આગેવાનોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રૂક જા કહેવા માટે જાહેર જનતાને સેનીટાઇઝેશન માસ્ક અને સામાજીક અંતર જાળવવાની અપીલ કરેલ છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજ ચગ મો. ૯૮૭૯૫૭૦૮૭૮ ઓ પી ડી વિભાગ માટે શ્રીમતી બીનાબેન છાંયા (પ્રથમ માળ) સર્જરી વિભાગ માટે શ્રીમતી ધૃતીબેન ધડુક (ત્રીજો માળ) હોસ્પિટલ પર અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઇન નંબર ૦૨૮૧-૨૨૨૩૨૪૯/૨૨૩૧૨૧૫ પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ  છે.

(3:23 pm IST)