Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રોગચાળાનો ફુંફાડો : ડેંગ્યુ-મેલેરિયાના ૩પ-શરદી-તાવ-ઉધરસનાં પ૭૩ કેસ

ઋતુજન્ય રોગચાળો અને મચ્છજન્ય રોગચાળો ફેલાતા તંત્ર ઉંધા માથે

રાજકોટ, તા. ૧૦ :  છેલ્લા ૧II વર્ષથી કોરોના મહામારીએ લોકોને હેરાન-પરેશાન કરી નાખ્યા બાદ છેલ્લા બે મહિનાથી આ મહામારી હળવી થઇ છે.

 તેની વચ્ચે હવે ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ઉપાડો લેતા મ.ન.પા.નું તંત્ર ઉંધા માથે થઇ ગયું છે. કેમકે જાન્યઆરીથી અત્યાર સુધીમાં મચ્છરજન્ય ડેંગ્યુ-મેલેરિયાના ૩પ કેસ નોંધાઇ ચુકયા છે. અને સામાન્ય શરદી-તાવ-ઉધરસનાં પ૦૦ થી વધુ કેસ નોંધાઇ ચુકયા છે.

મ.ન.પા.ના આરોગ્ય વિભાગનાં ચોપડા ઉપર સતાવાર નોંધાયેલ આંકડાઓ મુજબ જાન્યુઆરીથી આજ સધુીમાં મચ્છરજન્ય ડેંગ્યુનાં ૧૯, મેલેરિયાનાં ૧૬ અને ચિકન ગુનિયાના ૧, એમ કુલ ૩પ કેસ નોંધાઇ ચુકયા છે. જેમાંથી એકલા જુલાઇ મહિનામાં જ ડેંગ્યુના ૯, મેલેરિયાના ૭ અને ચિકન ગુનિયાનો -૧ એમ ૧૭ દર્દીઓ નોંધાયા હતાં.

આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયામાં તાવ-શરદી-ઉધરસનો ઋતુજન્ય વાઇરલ રોગચાળાનાં પ૭૩ દર્દીઓ નોંધાઇ ચુકયા છે.

આમ ડેંગ્યુ-મેલેરિયા અને તાવનાં વાઇરલ રોગચાળાએ માથુ ઉચકર્યુ છે. ત્યારે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. કેમકે હજુ કોરોનાનાં કેસ પણઆવી રહ્યા છે. ત્યારે ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જરૂરી છે.

(3:22 pm IST)