Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ખાણી-પીણીના ર૦ સ્થળોએ ચેકીંગઃ ૧૪ કિલો અખાદ્ય વસ્તુનો નાશઃ ૯ નમુના લીધા

રાત્રી રાઉન્ડ દરમિયાન-પાણી પુરી-બરફ ગોલા-ભેળ વગેરેની રેકડીઓ-રેસ્ટોરન્ટમાં ચકાસણી

રાજકોટ તા. ૧૦ :.. રોગચાળો વકરે નહી તે માટે મ.ન.પા.નાં આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે ખાણી-પીણીનાં સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત ગઇ રાત્રે ર૦ સ્થળે ચેકીંગ કરી અને ૧૪ કિલો જેટલી અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો તેમજ ૯ સ્થળેથી ખાદ્ય પદાર્થોનાં નમૂનાઓ લીધા હતાં.

મ.ન.પા.નાં આરોગ્ય વિભાગે રાત્રી રાઉન્ડ દરમ્યાન કરેલ ચકાસણી બાદ ખાદ્ય  ચીજોનાં નાશ કર્યાની  વિગતો આ મુજબ છે. ટર્નીગ પોઇન્ટ ચાઇનીઝ રેસકોર્ષ ગ્રાઉન્ડ, ૧ પેકેટ તથા ૧ બોટલ સીંથેટીક કલરનો નાશ,  આઝાદ ગોલા રેસકોર્ષ ગ્રાઉન્ડ ૧ કિ. ગ્રા. બિનઆરોગ્યપ્રદ બરફનો નાશ,  જય માતાજી દાળપકવાના સંતકબીર રોડ ટોમેટો સોસ ર કિ. ગ્રા., ગોકુળ ગાંઠીયા સંત કબીર રોડ ચટણી પ કિ. ગ્રા.ના, જલારામ ગાંઠીયા સંત કબીર રોડ જલેબી, ચીપ્સ, પ કિ. ગ્રા. નાશ વગેરેનો સમાવેશ છે.

 પાણી પુરીના નમૂના લેવાયા

આ ઉપરાંત કમિશ્નર ઓફ ફૂડ સેફટી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સુચના અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેકટેરીયા છે કે નહીં ? તે અંગે ટેસ્ટીંગ માટે પાણી પુરીનું સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પાણીપુરીના કુલ-૯ નમૂના લઇ કોલ્ડ ચેઇન જળવાઇ રહે તે રીતે ફૂડ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલાવેલ છે. લીધેલ નમુનાની વિગત આ મુજબ છે.

(૧) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લુઝ) સ્થળ : નારાયણ દિલ્હી ચાટવાલા, દુકાન નં. ૭, ક્રેડીટ કોર્નર, મોરો હોસ્પિટલની સામે, રપ-ન્યુ જાગનાથ (ર) ખજુર ની ચયટણી (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ : નારાયણ દિલ્હી ચાટવાલા, દુકાન નં. ૭, ક્રેડીટ કોર્નર, મોરી હોસ્િઈપટલની સામે, રપ-ન્યુ જાગનાથ (૩) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ : નારાયણ દિલ્હી ચાટવાલા, દુકાન નં૭, ક્રેડીટ કોર્નર, મોરી હોસ્પિટલ ની સામે રપ-ન્યુ જાગનાથ (૪) પાણીપુરીનું આદુ-ફુદીનાવાળુ પાણી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ : જય જલારામ પાણીપુરી, શ્રધ્ધા સોસાયટી, ડી. માર્ટ પાછળ, પુરૂષાર્થ મે. રોડ લીધેલ છે. (પ) પાણી પુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ : જય જલારામ

પાણીપુરી, શ્રધ્ધા સોસાયટી, ડી માર્ટ પાછળ, પુરૂષાર્થ મે. રોડ (૬) લાલ મરચીની ચટણી (પ્રિપેર્ડ, લુઝ) સ્થળઃ- જય જલારામ પાણીપુરી, શ્રધ્ધા સોસાયટી, ડી માર્ટ પાછળ, પુરૂષાર્થ મે. રોડ (૭) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળ :- શ્રીજી પાણીપુરી, હરિધવા રોડ, નવનીત હોલની સામે (૮) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ :- શ્રીજી પાણીપુરી, હરિધવા રોડ, નવનીત હોલની સામે (૯) પાણીપુરીની લાલ ચટણી (લુઝ) સ્થળ :- પટેલ ભેળ એન્ડ પાણીપુરી, પટેલ ચોક સામે, નહેરૂનગર ૮૦ રોડ, હરિધવા રોડ વગેરે સ્થળેથી નમૂનાઓ લેવાયા હતાં.

(3:21 pm IST)