Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ઢાંઢણી, જીવાપર, નવાગામ અને ભીચરીમાં જૂગારના ૪ દરોડામાં ૩૬ ઝપટે ચડી ગયા

ભીમ અગિયારસનું મુહુર્ત સાચવવા બેઠા પણ પોલીસ ત્રાટકતાં ભાગમભાગ થઇ : ઢાંઢણીમાં આજીડેમ પોલીસે રોકડ, વાહનો મળી ૧.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોઃ ૪ ભાગ્યા, તેમાંથી ઍક કૂવામાં પડ્યોઃ કુવાડવા પોલીસે ભીચરીમાંથી ૨૨, નવાગામમાંથી ૬ને પકડ્યાઃ ઍરપોર્ટ પોલીસે જીવાપરમાંખ્થી ૫ની ધરપકડ કરી : સરધારના ઢાંઢણીમાં દિલીપ કડવાણીની વાડીમાં પોલીસ ત્રાટકતાં ૩ પકડાયા, ૪ ભાગ્યાઃ જેમાંથી ઍક કૂવામાં ખાબક્યો : અંદરથી બૂમો પાડતાં લોકોઍ બચાવી લીધો

રાજકોટ તા. ૧૦ઃ ભીમ અગિયારસમાં ઠેકઠેકાણે પત્તા પ્રેમીઅો મુહુર્ત સાચવવા જૂગાર રમવા બેસી જતાં પોલીસે દરોડા પાડ્યા હતાં. જેમાં રાજકોટના સરધાર તાબેના ઢાંઢણી ગામે આજીડેમ પોલીસે દરોડો પાડી ૩ શખ્સોને પકડી લીધા હતાં. ચાર ભાગી ગયા હતાં. જેમાંથી ઍક ભાગતી વખતે કૂવામાં ખાબકતાં હોસ્પિટલના બિછાને પહોîચ્યો હતો. જ્યારે બામણબોરના જીવાપરમાં ઍરપોર્ટ પોલીસે દરોડો પાડી પાંચ પત્તા પ્રેમીઅોને પકડ્યા હતાં. આ ઉપરાંત ભીચરીમાં દરોડો પાડી કુવાડવા પોલીસે ૨૨ પત્તાપ્રેમીઅોને અને નવાગામમાં ઍક ઘરમાં  દરોડો પાડી ૬ શખ્સોને જૂગાર રમતાં પકડી લીધા હતાં. ચાર દરોડામાં ૩૬ને પકડી લેવાયા હતાં. 

પ્રાપ્ત માહિતી મુજબ આજીડેમ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે ઢાં઼ણી ગામે આવેલી દિલીપ ધીરૂભાઇ કડવાણીની વાડીના ઢાળીયામાં જૂગાર રમાઇ રહ્ના છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે વાડી માલિક દિલીપ ધીરૂભાઇ કડવાણી તથા ઢાંઢણીના હંસરાજ દેવરાજભાઇ કડવાણી અને સંજય દેવાભાઇ બાવળીયાને જૂગાર રમતાં પકડીલઇ રૂ. ૧૧૨૬૦ રોકડા અને ચાર વાહનો મળી રૂ. ૧,૨૧,૨૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભાગી ગયેલા શખ્સોમાં અશ્વિન વલ્લભભાઇ કડવાણી (રાજકોટ), વિપુલ પરષોત્તમભાઇ કડવાણી (રાજકોટ) અને વિપુલ લીંબડીયાનો ભાણેજ (રાજકોટ)નો સમાવેશ થાય છે. જ્યારે ચોથો શખ્સ વિપુલ સામતભાઇ લીંબડીયા (ઉ.૩૦-રહે. ઢાંઢણી) ભાગતી વખતે બાજુની ચંપકસિંહની વાડીના કૂવામાં ખાબકી ગયો હતો. અંદર પાણી અોછુ હોઇ બચી ગયો હતો. પરંતુ ધરબાઇ જવાને કારણે મુંઢ ઇજાઅો પહોîચી હતી. તેણે કૂવા અંદરથી બૂમાબૂમ કરતાં નજીકમાં લોકો સાંભળી જતાં બહાર કાઢી રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પીઆઇ    વી. જે. ચાવડાની રાહબરીમાં પીઍસઆઇ જી. ઍન. વાઘેલા, મેહુલભાઇ પંડ્યા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. 
જીવાપરમાં દરોડો
અન્ય દરોડામાં જીવાપર ગામે રામજી મંદિરના ચોરા પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પીઍસઆઇ વી. સી. પરમારને મળતાં દરોડો પાડી જીવાપરના પુના મેરાભાઇ જાડા, કિશન અમરશીભાઇ ડાભી, રમેશ મોહનભાઇ જાડા, દિલીપ તળસીભાઇ પરમાર અને પરેશ અરજણભાઇ જાડાને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૧૩૫૦૦ની રોકડ કબ્જે લેવાઇ હતી.  પીઆઇ વી.આર. રાઠોડ, પીઍસઆઇ પરમાર, હેડકોન્સ. હેમતભાઇ તળાવીયા, કેશુભાઇ વાજા, મયુરભાઇ પટેલ, મહાવીરસિંહ ચુડાસમા, વિજયભાઇ મકવાણા, યશપાલસિંહ ઝાલા અને ઉમેશભાઇ ચાવડાઍ આ દરોડો પાડ્યો હતો. 
ભીચરી ગામમાં દરોડો
કુવાડવા તાબેના ભીચરી ગામમાં વિનોદ ઉર્ફ વિનુ ચનાભાઇ જાદવની વાડીમાં જૂગાર રમાતો હોવાની બાતમી હેડકોન્સ. ઍ.  બી. લોખીલ, ઍ.ડી. મકવાણા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા અને નિલેષભાઇ સરવૈયાને મળતાં દરોડો પાડી વાડી માલિક માંડા ડુંગર પાસે રઘુનંદન સોસાયટીમાં રહેતાં વિનોદ ઉર્ફ વિનુ ચનાભાઇ જાદવ, તેના ભાઇ અજય ચનાભાઇ જાદવ, હરસિધ્ધી પાર્ક-૨ના ગોરધન ડાયાભાઇ સોમાણી, માંડાડુંગર તિરૂમાલા સોસાયટીના પ્રકાશ રણછોડભાઇ જાદવ, નવાગામ રંગીલાના ઉમેશ રામજીભાઇ ધાડવી, ભાવનગર રોડ સિતારામનગરના અનિલ મુકેશભાઇ ગોહેલ, નવાગામ દિવેલીયાપરાના નસા છગનભાઇ જાદવ, બ્રાહ્મણીયાપરાના યોગેશ કરસનભાઇ ઘુસડીયા, નવાગામના હિતેષ છગનભાઇ લીંબડીયા, માંડાડુંગર હરસિધ્ધી સોસાયટીના અશોક વાલજીભાઇ જાદવ, કલ્પેશ અમરશીભાઇ ઝાપડીયા, ભીચરીના જનક વિઠ્ઠલભાઇ ચાવડા, રઘુનંદન સોસાયટીના મેહુલ વિજયભાઇ જાદવ, મહિકા રોડ રાધીકા રેસીડેન્સીના હંસરાજ ગોકળભાઇ મેર, ખડવાવડીના સુરેશ બાબુભાઇ મકવાણા, હરસિધ્ધી પાર્કના હેમત જેરામભાઇ ચાડવા, ભરત હકુભાઇ લુંભાણી, નવાગામના હરસુખ નસાભાઇ જાદવ, હરસિધ્ધી પાર્કના દિનેશ જેરામભાઇ ચાવડા, રઘુનંંદન સોસાયટી માંડા ડુંગરના અનિલ વિનુભાઇ જાદવ અને હરસિધ્ધી પાર્ક માંડા ડુંગરના વિજય વશરામભાઇ પલાળીયાને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૮૦૧૩૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી. 
નવાગામમાં દરોડો
જ્યારે નવાગામ આણંદપરમાં મીરા પાર્કમાં રહેતો પરેશ ઉર્ફ પલો ખીમજીભાઇ લખતરીયા પોતાના કબ્જાની રૂમમાં માણસો ભેગા કરી જૂગાર રમાડતો હોવાની બાતમી હેડકોન્સ. અજીતભાઇ લોખીલ, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી પરેશ તથા વાલજી બીજલભાઇ માટીયા (ઉ.૩૮), મનોજ બચુભાઇ સોલંકી (ઉ.૩૭), સંજય બટુકભાઇ ઝાપડા (ઉ.૩૫), વિનોદ રેવાભાઇ વાંકીયા (ઉ.૨૮) અને દિલીપસિંહ તેજુભા ઝાલા (ઉ.૩૫) (રહે. બધા નવગામ)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૩૩૭૦૦ રોકડા કબ્જે લીધા હતાં. 
ઉપરોક્ત બંને દરોડા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. ઍમ. ઝણકાટ, પીઍસઆઇ ઍન. આર. વાણીયા, હેડકોન્સ. ઍ. બી. લોખીલ, ઍ. ડી. મકવાણા, કોન્સ. વિરદેવસિંહ, રોહિતદાન, રાજેશભાઇ, રઘુવીરભાઇ અને નિલેષભાઇ સહિતે પાડ્યા હતાં. 
આ તમામ દરોડા પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ઍસીપી વી. ઍમ. રબારી અને ઍસીપી ઍસ.આર. ટંડેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પાડવામાં આવ્યા હતાં. 

(5:50 pm IST)