Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ઝૂ માં વધુ નવા મહેમાનોનું આગમન : ઇમુ પક્ષીએ ૩ બચ્‍ચાને જન્‍મ આપ્‍યો

રાજકોટ પ્રાણી સંગ્રહાલય વન્‍યજીવોનું પોતીક બન્‍યુ : મેયર ડૉ પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્‍વામીએ આપેલ માહિતી

રાજકોટ,તા.૧૦ : શહેરની ભાગોળે લાલપરી તળાવ પાસે આવેલ મનપા સંચાલિત પ્રધ્‍યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણ બાદ ઇમુ પક્ષીએ ૩ બચ્‍ચાને જન્‍મ આપતા ઝુમાં વન્‍યપ્રાણીઓ પક્ષીઓની સંખ્‍યામાં વધારો થવા પામ્‍યો છે. ત્‍યારે સહેલાણીઓને નવા પક્ષીઓનો નવો નજારો જોવા મળે છે.

  મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્‍ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્‍ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્‍થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્‍યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.

વન્‍યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્‍ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ સફેદ વાઘણે ૨ વાઘ બાળને જન્‍મ આપ્‍યો હતો.

હવે આવા જ વધુ એક સમાચારમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઇમુ પક્ષીએ ત્રણ બચ્‍ચાને જન્‍મ આપ્‍યો હતો અને અત્‍યારે આ ત્રણેય બચ્‍ચા ત્રણ માસની ઉમરના થઇ ગયેલા છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્‍ટેગિં કમિટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્‍વામીએ જણાવ્‍યું હતું.

રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વખત તા.૨૪/જુલાઇ ર૦૧પ ના રોજ ઇમુ ૫ક્ષીની જોડી (નર તથા માદા) રેસ્‍કયુ અર્થે મેળવવામાં આવેલ. આ બન્‍ને ૫ક્ષીઓને અહીનું કુદરતી જંગલ સ્‍વરૂ૫નું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ઇમુ દ્વારા ઇંડા મુકવામાં આવેલ. સામાન્‍ય રીતે ઇમુ ૫ક્ષીઓમાં માદા ૫ક્ષી ઇંડા મુકયા ૫છી ઇંડાઓને સેવવાનું કાર્ય નર ઇમુ ૫ક્ષી દ્વારા કરવામાં આવે છે. નર ઇમુ દ્વારા સફળતાપુર્વક સેવવાનું કાર્ય કરાતા ૬૦ દિવસના અંતે ઇંડાઓમાં ૩ બચ્‍ચાંઓનો જન્‍મ થયેલ. હાલ આ ત્રણેય બચ્‍ચાં ત્રણ માસના થઇ ગયેલ છે અને તંદુરસ્‍ત હાલતમાં પાંજરામાં હરતા-ફરતા જોઇને મુલાકાતીઓ પ્રભાવિત થાય છે.

ઇમુ ૫ક્ષી વિશ્વનું બીજા નંબરનુ સૌથી મોટુ ઉડી ન શકતુ ૫ક્ષી છે. પ્રથમ નંબરે સૌથી મોટુ ઉડી ન શકતુ ૫ક્ષી શાહમુગ છે.

ઇમુ ૫ક્ષી ભારતના કોઇ ૫ણ ભાગમાં જોવા મળતુ નથી. તેનું કુદરતી રહેઠાણ ઓસ્‍ટ્રેલીયા, ન્‍યુ હોલે તથા ન્‍યુ જીનીયાના ખુલ્લા મેદાનો ધરાવતા જંગલો, સવાનાના મેદાનો અને સૂકા વિસ્‍તારોમાં જોવા મળે છે.

ઇમુ ૫ક્ષી મિશ્રાહારી હોય, કુણા ઝાડ-પાન, જીવજંતુ, તીડ, ખડમાંકડ, ઇયળો, કિટકો તેમજ જમીન ૫રના અન્‍ય નાના જીવજંતુઓ ખાય છે. આ ૫ક્ષીની સામાન્‍ય ઉંચાઇ ૫ થી ૬ ફુટ જેટલી હોય, તે ૪૮ કિમી/કલાકની ઝડપે દોડી શકે છે. તેનો સરેરાશ વજન ૩૦ થી પપ કિગ્રા. અને આયુષ્‍ય ૩૦ થી ૩૫ વર્ષ જેટલુ હોય છે.

 હાલ ઝૂ ખાતે જુદી જુદી ૫૯ પ્રજાતિઓનાં કુલ-૪૯૦ વન્‍યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્‍યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

(4:19 pm IST)