Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

INIFD ના વિદ્યાર્થીઓ દ્વારા કાલથી બે દિ' ઇકો ફ્રેન્‍ડલી વસ્‍તુઓનું પ્રદર્શન

રાજકોટ, તા., ૧૦: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર વૃક્ષો વાવી ને કરવાને બદલે રાજકોટની INIFD (ઈન્‍ટરનેશન ઇન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ ઇન્‍ટિરિયર એન્‍ડ ફેશન ડિઝાઇન) ના ઇન્‍ટિરિયર ડિઝાઇનના ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ એવું વિચાર્યું કે માત્ર એક દિવસ નહીં આખો જુન મહિનો પર્યાવરણને અનુંલક્ષી ઉજવીએ. એ વિચારને અમલમાં મૂકી વિશ્વ પર્યાવરણ મહિનોની થીમ અને વિવિધ આઇડિયા સાથે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ઇકો ફ્રેન્‍ડલી (પર્યાવરણને સુસંગત), વૈવિધ્‍યસભર અને એકદમ અનોખી રાચરચીલી અને ટકાઉ વસ્‍તુઓ ત્રણ મહિનાની સખત મહેનત કરી બનાવી છે જેનું પ્રદર્શન જાહેરજનતા માટે વિનામુલ્‍યે યોજાવા જઇ રહ્યા છે.

INIFD રાજકોટ ના સેન્‍ટર ડિરેક્‍ટર નૌશિકભાઇ પટેલે જણાવ્‍યા મુજબ તા.૧૧ અને ૧ર એમ બે દિવસ ઇન્‍ટીરીયર ડીઝાઇન પ્રદર્શન ગોઠવેલ છે.

આ પ્રદર્શનમાં ત્‍ફત્‍જ્‍ઝ રાજકોટ ના ઇન્‍ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુંલક્ષીને ઓછી જગ્‍યામાં દ્યર, ઓફિસ વગેરે જગ્‍યાએ વાવી શકાય તેવા ઇકો ફ્રેન્‍ડલી ડિઝાઇનર પ્‍લાન્‍ટર (કુંડાઓ), રો મટીરિયલ માંથી બનાવેલ કલાત્‍મક લાઇટ્‍સ, સુતળી-દોરી અને લાકડાના વેસ્‍ટેજ કટકાઓમાંથી બનાવેલ મનમોહક ખુરશી-ટેબલ, ફાયર સેફ્‌ટીના જુના બાટલામાંથી બનાવેલ અનોખા પ્રકારનું કોફી ટેબલ, હાથ ચિત્રો, વૃક્ષના નકામાં થડમાંથી બનાવેલ ટેબલ સહીત અદભૂત રીતે દ્યર કે ઓફિસ સજાવટમાં ઉપયોગી બની શકે તેવું ઇકોફ્રેન્‍ડલી રાચરચિલું બનાવ્‍યું છે. આ પર્યાવરણ લક્ષી તદ્દન અનોખું પ્રદર્શન તા. ૧૧ ને શનિવાર તથા તા. ૧૨ ને રવિવાર એમ બે દિવસ સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી, શ્‍યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે જાહેરજનતા માટે વિનામુલ્‍યે યોજાશે.

(4:06 pm IST)