Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

શહેરના મુખ્‍ય માર્ગો ઉપર જગ્‍યાએ જગ્‍યાએ બ્‍લેક ફિલ્‍મ અને નંબર પ્‍લેટ વગરના વાહનો સામે પોલીસની ઝુંબેશ : ૧૦૯ વાહનો ડીટેઈન

રાજકોટ : શહેરમાં ટ્રાફીક સમસ્‍યાના નિરાકરણ માટે સક્રિય બનેલી ટ્રાફીક પોલીસ અને જુદા જુદા પોલીસ સ્‍ટેશનની ટીમોએ ગઈકાલે બપોર બાદ મુખ્‍ય માર્ગો ઉપર જગ્‍યાએ જગ્‍યાએ ઓચિંતુ ચેકીંગ ગોઠવી બ્‍લેક ફિલ્‍મ લગાવેલી કારો અને નંબર પ્‍લેટ વગરના વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન બ્‍લેક ફિલ્‍મ લગાવેલા ૭૪ ફોર વ્‍હીલર્સ પાસેથી ૩૭ હજાર, નિયત મર્યાદા કરતા વધુ સ્‍પીડે વાહનો ચલાવતા ૧૬ વાહનચાલકો પાસેથી ૩૨ હજાર, ત્રિપલ સવારીમાં ટુ વ્‍હીલર પર નીકળી પડેલા ૭૫ વાહનચાલકો પાસેથી ૭૫૦૦ ટ્રાફીક અડચણના ૧૧૪ કેસો કરી ૮૫૪૦૦, સુશોભિત નંબર પ્‍લેટના ૧૬૩ કેસો અંતર્ગત ૪૯૦૦૦ અને નંબર પ્‍લેટ વગરના ૫૦ વાહનોના ચાલક પાસેથી ૨૫ હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત નંબર પ્‍લેટ વગરના ૧૦૯ વાહનો ડીટેઈન કરવામાં આવ્‍યા હતા. એચએસઆરપી નંબર પ્‍લેટ ન લગાવી હોય તેવા વાહન ચાલકો અને રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકો સામે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમ ટ્રાફીક બ્રાન્‍ચના એસીપી મલ્‍હોત્રાની યાદીમાં જણાવાયુ છે.

(4:04 pm IST)