Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સંબંધના દાવે સોનાના દાગીના ગીરવે રાખી આપેલ હાથ ઉછીની રકમ ઓળવી જતા અને ચેક પરત થતા સ્‍ટેશનરીનાં વેપારી સામે ફરીયાદ દાખલ

રાજકોટઃ ફરીયાદમાં જણાવેલ વિગત અનુઁસાર રાજકોટ મુકામે નિવૃત જીવન ગાળતા સાધારણ સ્‍થિતિ અને મર્યાદિત આવક ધરાવતા શ્રી નંદકિશોર છેલશંકર જોશી તથા તેમનાં પત્‍ની શ્રીમતિ ચંદ્રિકાબેન નંદકિશોરભાઇ જોશી પાસેથી તેમનાં સંબંધી અને ઓળખાતા કોઠારીયા રોડ ઉપર દેવ સ્‍ટેશનરીનાં નામે ધંધો ચલાવતાં વ્‍યાપારીશ્રી દિપકભાઇ વિનોદરાય ભટે રૂ. ૭,૦૦,૦૦૦/- ની માંગણી કરેલી. શ્રી નંદકિશોરભાઇ પાસે તથા તેમનાં પત્‍ની શ્રીમતી ચંદ્રિકાબેન આટલી બધી રકમના હોવાથી તે બંનેએ પોતાની બચતનું જે કંઇ સોનું હતુ તેનાં ઉપર રાજકોટ નાગરિક સહકારી બેંક લી. માંથી ધિરાણ મેળવેલુ. આ રીતે મેળવેલ રકમો ઉપરાંત ઘરમાં પડેલી રોકડ બધુ ભેગુ કરી તા. ૨૮/૦૨/૨૦૨૨ના રોજ શ્રી દિપકભાઇ વિનોદરાય ભટને રૂ. ૭,૦૦,૦૦૦/-  વગર વ્‍યાજે આપેલા.

તે વખતે શ્રી દિપકભાઇએ એક માસમાં તા. ૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં પરત ચુકવી આપવાનાં વચન, વિશ્વાસ અને ખાતરી આપેલા. તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં રકમ નહીં ચુકવતા શ્રી નંદકિશોરભાઇએ શ્રી દિપકભાઇનો સંપર્ક કરતાં તેમણે હજુ વીસેક દીવસ રાહ જોવા જણાવેલુ. વીસેક દીવસ પછી અનેક વખત ઉઘરાણી કર્યા બાદ શ્રી દિપકભાઇ તરફથી રૂ. ૭,૦૦,૦૦૦/- ચેક પોતાની સહી આપવામાં આવેલ અને એવા વચન, વિશ્વાસ અને ખાતરી આપવામાં આવેલા કે શ્રી નંદકિશોરભાઇ જયારે પણ આ ચેક બેંકમાં રજુ કરશે ત્‍યારે તે સ્‍વીકારાય જશે અને લેણી નીકળતી રકમ પરત મળી જશે. શ્રી દિપકભાઇએ આપેલા વચન અને વિશ્વાસ ઉપર આધાર  રાખી આ ચેક શ્રી નંદકિશોરભાઇ અને શ્રી ચંદ્રિકાબેનનાં સંયુકત ખાતામાં રજુ કરવામાં આવતા આヘર્યજનક રીતે આ ચેક ‘ફંડસ ઇનસફીસીયન્‍ટ'નાં કારણસર પરત થયેલ. શ્રી નંદકિશોરભાઇ અને શ્રી ચંદ્રિકાબેને ખૂબ જ દુઃખ અને આઘાતની લાગણી અનુભવેલી અને શ્રી દિપકભાઇ ઉપર મુકેલ વિશ્વાસનો ભંગ થયેલ હોવાનું, પોતાની સાથે ભયંકર છેતરપીંડી થયેલ હોવાનું માનવા લાગેલ

આથી શ્રી નંદકિશોરભાઇ અને શ્રી ચંદ્રિકાબેન બેને લીગલ નોટીસ આપી. તે પછી પણ રકમ ચુકવી આપવાને બદલે શ્રી દિપકભાઇ દ્વારા તદ્‌ન ખોટી વિગતો જણાવતો જવાબ મોકલવામાં આવેલ. આથી શ્રી નંદકિશોરભાઇ અને શ્રી ચંદ્રિકાબેન દ્વારા રાજકોટનાં મહે. એડીશ્‍નલ ચીફ જયુડીશ્‍યલ મેજિસ્‍ટેટશ્રી સમક્ષ ધી નેગોસીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ અન્‍વયે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. અને નામદાર કોર્ટ દ્વારા આરોપી શ્રી દિપકભાઇ વિનોદરાય ભટ સામે નોટીસ ઇસ્‍યુ કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદી તરફે એડવોકેટ ઋષિકેશ એ. શુકલ રોકાયેલા છે.

(4:01 pm IST)