Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ડ્રગ્‍સ તથા નશીલા પદાર્થો મજા નહિ મોત અને માનસિક ત્રાસ આપે છેઃ છાત્રોને અપાયું માર્ગદર્શન

શહેર એસઓજીએ શાળા-કોલેજ ખાતે જાગૃતિ અંગેના બેનર લગાવી છાત્રોને માર્ગદર્શન આપ્‍યું : નશામુક્‍તિ તથા ડ્રગ્‍સની માહિતી આપવા માટે ૧૯૦૮ ઉપર સંપર્ક કરો

રાજકોટઃ શહેરની શાળા કોલેજના છાત્રો નશીલા માદક પદાર્થના વ્‍યસની ન બને અને યુવાધન પાયમાલ થતું અટકે તેમજ વિદ્યાર્થીઓની ટેલેન્‍ટ અને તંદુરસ્‍તી સારી રહે તે માટે શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ વિદ્યાર્થીઓને આવી બાબતોએ જાગૃત કરવા અને સતર્ક રાખવા સુચના આપી હોઇ તે અંતર્ગત શહેર એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે આજે શાળા કોલેજોમાં પહોંચી ડ્રગ્‍સના દૂષણને નાબુદ કરવાના પ્રયાસ રૂપે ચેતવણીરૂપ બેનરો લગાવ્‍યા હતાં અને છાત્રોમાં સજાગતા આવે તેમજ આવા દૂષણથી તેઓ હમેંશા દૂર રહે અને આવી પ્રવૃતિ કોઇ શાળા કોલેજ આસપાસ કરતું જોવા મળે તો પોલીસને જાણ કરે તે માટેની સમજ આપવામાં આવી હતી તેમજ ખાસ માર્ગદર્શન અપાયું હતું. 

(3:47 pm IST)