Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કોર્પોરેટર હાર્દિક ગોહિલ બન્‍યા ડો.હાર્દિક ગોહિલ

ફિઝીકસ ડિપાર્ટમેન્‍ટના પ્રોફેસર ડો.પિયુષ એસ. સોલંકીની ગાઈડશીપ હેઠળ :માત્ર ૨૭ વર્ષે કોર્પોરેટર બન્‍યા, ૨૮ વર્ષે પીએચડીની પદવી મેળવી : હંમેશા લો - પ્રોફાઈલ રહીને કામ કરતા યુવા નેતા અંગ્રેજી માધ્‍યમમાં ૬-૬ ડિગ્રીઓ ધરાવે છે

રાજકોટ : નાની વયે જગ જીતી લેવાની ઝંખના દરેક યુવાન સેવતો હોય છે અને અથાક પરિશ્રમ અને કર્મનિષ્‍ઠાથી પોતાના ક્ષેત્રમાં આગવુ નામ કમાતો હોય છે. પરંતુ અમુક પ્રતિભાશાળી લોકો પોતાની આગવી કૌશલ્‍ય શકિતના જોરે ચારે દિશામાં પોતાનું નામ ગુંજવતા હોય છે. આવા જ એક રાજકોટના સૌથી યુવા દલીત આગેવાનો કોર્પોરેટર ડો.હાર્દિક ગોહિલે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ફીઝીકસ ભવનના પ્રોફેસર ડો.પિયુષ એસ. સોલંકીની ઉન્‍નત ગાઈડશીપ અને સતત પ્રોત્‍સાહન હેઠળ માત્ર ૨૮ વર્ષની વયે પીએચડીની ડિગ્રી મેળવીને પોતાની કારકિર્દીમાં એક નવુ સોપાન સર કર્યુ છે. અત્રે નોંધનીય છે કે માત્ર ૨૭ વર્ષે કોર્પોરેટર અને ૨૮ વર્ષે પીએચડીની અનેરી સિદ્ધિ મેળવનાર અને હંમેશા લો પ્રોફાઈલ રહીને કામ કરતા યુવા નેતા ડો.હાર્દિકે હાઈ પ્રોફાઈલ ડિગ્રી પ્રાપ્‍ત કરતા ચોમેર હર્ષ અને ગર્વની લાગણી ફેલાઈ છે.

અંગ્રેજી માધ્‍યમમાં અભ્‍યાસ કરીને ડો.હાર્દિક ગોહિલે ક્રાઇસ્‍ટ કોલેજથી ફિઝીકસ વિષય સાથે સ્‍નાતક (બી.એસસી), સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભવનમાંથી તેમણે એમ.એસ.સી. (ફીઝીકસ) તેમજ એમફીલ (ફીઝીકસ) અને પીએચડી તેમજ બીએડ અને એસ.આઈ. (સેનેટરી ઈન્‍સ્‍પેકટર)ની એમ કુલ ૬ ડિગ્રીઓ ખૂબ જ નાની વયમાં પ્રાપ્‍ત કરી છે.

શિશુ કાળથી જ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સ્‍વયંસેવક રહેલ ડો.હાર્દિક ગોહિલે કોલેજ કાળથી જ રાજકોટમાં ભાજપના યુવા નેતા તરીકેની નામના મેળવી લીધી હતી. સૌથી નાની વયે પ્રશિક્ષણ લેવાથી માંડીને રાજકોટ શહેર ભાજપના આઈ.ટી. સેલના સહ ઈન્‍ચાર્જ, રાજકોટ કોર્પોરેશન, વિધાનસભા તેમજ રાજયસભાની ચૂંટણીમાં ભાજપ આઈટી સેલની વિવિધ જવાબદારીઓથી લઇને રાજકોટ શહેર ભાજપના આઈટી અને સોશ્‍યલ મીડિયાના ઈન્‍ચાર્જ સુધીની મોટી જવાબદારીઓ તેઓએ સુપેરે નિભાવી છે. ગત કોર્પોરેશનની ચુંટણીમાં ખૂબ મોટા માર્જીનથી વિજય પ્રાપ્‍ત કર્યા બાદ હાલમાં તેઓ રાજકોટ વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે કોર્પોરેશનની માધ્‍યમિક શિક્ષણ સમિતિ અને કાયદો અને નિયમન સમિતિ તેમજ રૂડાની મેટ્રોપોલીટન સમિતિના પણ તેઓ સભ્‍ય છે. તેમજ તાજેતરમાં રૂડાની મુખ્‍યમંત્રી આવાસ યોજના હેઠળના કુલ ૬૫૦થી પણ વધુ ફલેટધારકોની સોસાયટીના ઉપપ્રમુખ પદે પણ તેઓ જબ્‍બર સમર્થન સાથે ચૂંટાઈ આવ્‍યા છે. આમ રાજકીય અને સામાજીક જવાબદારી નિભાવતા - નિભાવતા તેમજ પારિવારીક જવાબદારી સાથે તેઓએ આ ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍ત કરી આજના યુવાનોને પ્રેરણા પૂરી પાડવાનું કાર્ય કર્યુ છે.

પ્રખર વકતા, લેખક અને ટેકનોલોજીમાં માસ્‍ટર એવા ડો.હાર્દિક ગોહિલે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પણ એસએસઆઈપી (સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ એન્‍ડ ઈનોવેશન પ્રોગ્રામ)ના અમરેલી જીલ્લાના કો-ઓર્ડીનેટર, રાજકોટ જીલ્લા કલેકટર અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે ચાલતા ‘પ્રેમનો પટારો-પ્રકલ્‍પ'ના કો-ઓર્ડીનેટર તરીકે સેવા આપવાની સાથે વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિઓ જેવી કે બ્‍લડ ડોનેશન કેમ્‍પ, કારકિર્દી ઘડતર સેમીનાર વગેરે જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ તેઓએ કરી છે. વિદ્યાર્થીઓને પડખે ઉભા રહીને તેમને મુંજવતા પ્રશ્નોને સતત વાચા આપવાનું કાર્ય પણ ડો.હાર્દિક કરતા આવ્‍યા છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાષા ભવનના વિદ્યાર્થી ડો.હાર્દિક ગોહિલે INVESTIGATIONS ON MAGNETOEKECTRIC AND MAGNETRANSPORT BEHAVIOURS OF NANOSTRUCTURED MANGANITES (ઈન્‍વેસ્‍ટીગેશન્‍સ ઓન મેગ્નેટો-ઈલેકટ્રીક એન્‍ડ મેગ્નેટો - ટ્રાન્‍સપોર્ટ બિહેવીયર્સ ઓફ નેનો - સ્‍ટ્રકચર્ડ મેગેનાઈટ્‍સ) વિષય પર સંશોધન કર્યુ છે. આ સંશોધન સેન્‍સર અને ફિલ્‍ડ ઈફેકટ ટ્રાન્‍ઝીસ્‍ટ્રર ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. આ સંશોધનના કેટલાક અંશો વિદેશની સુપ્રસિદ્ધ જર્નલમાં પ્રકાશિત પણ થયેલ છે. ડો. હાર્દિકે ૨૨ થી વધારે આંતરરાષ્‍ટ્રીય - રાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સમાં ભાગ લીધો છે તેમજ તેમાં અવ્‍વલ પ્રદર્શન કર્યુ છે. તદુપરાંત ડો.હાર્દિક ગોહીલને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તરફથી ‘યંગ રિસર્ચર ઓફ સૌરાષ્‍ટ્ર)ના ખિતાબથી પણ નવાજવામાં આવ્‍યા.

હાર્દિક ગોહિલને મો.૮૯૦૫૦ ૧૬૦૪૨ ઉપર અભિનંદનવર્ષાનો ધોધ વરસી રહ્યો છે.

(3:47 pm IST)