Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

શનિવારે સાંજે ઝરમર વરસે નેહઃ કવિ સંમેલન

કલાઉડ ઓફ પોએટ્રી દ્વારા કાવ્‍ય વર્ષાઃ રાજકોટના ચિત્રકારો લાઈવ ચિત્રો દોરશેઃ જાહેર નિમંત્રણ

રાજકોટઃ આવતીકાલે તા.૧૧ના શનિવારે સાંજે ૫ વાગ્‍યાથી ભવ્‍ય કવિ સંમેલન ‘‘ઝરમર વરસે નેહ'' યોજાશે. કલાઉડ ઓફ પોએટ્રી દ્વારા એન્‍જીનીયરીંગ એસોસીએશન હોલ ખાતે કાવ્‍ય વર્ષા સાથે રાજકોટના ચિત્રકારો આ કવિ સંમેલનના લાઈવ ચિત્રો પણ દોરશે.

વરસાદી માહોલ ધીમે ધીમે છવાઈ રહ્યો છે. આકાશમાં વાદળો દોડાદોડી કરી રહ્યા છે. ત્‍યારે રાજકોટમાં વરસાદ પડે એ પહેલા કદાચ એ વરસાદ સાથે શબ્‍દોની વર્ષા થશે. ગુજરાતી ભાષામાં કવિતા ક્ષેત્રે વર્ષોથી એક યાત્રાના દરજજે, શબ્‍દ ઉપાસનાની જેમ કામ કરી રહેલા કવિઓ પોતાના કાવ્‍યો રજુ કરશે. રાજકોટની સંસ્‍થા કલાઉડ ઓફ પોએટ્રી કે જે સાહિત્‍ય માટે તરવરતા યુવાનો ચલાવે છે અને આ આયોજન કર્યું છે અને સરસ મજાના શબ્‍દ પર્વને નામ આપ્‍યું છે. ‘ઝરમર વરસે નેહ' જેમાં ગુજરાતના પ્રતિષ્‍ઠિત કવિ સર્વશ્રી સંજુ વાળા, હરજીવન દાફડા, ભાવેશ ભટ્ટ, સ્‍નેહિ પરમાર, કુલદિપ કારીયા, પ્રહલાદ જાની, નરેશ સોલંકી કાવ્‍યપાઠ કરશે. આ કાર્યક્રમનું સંચાલન સુપ્રસિધ્‍ધ કોલમીસ્‍ટ વકતા જવલંત છાયા કરશે.

કાર્યક્રમને સફળ બનાવવા કલાઉડ ઓફ પોએટ્રીના મહિર્ષ પંડયા (મો.૯૯૭૮૫ ૬૪૧૨૯), જયુ જેઠવા (મો.૯૯૯૮૪ ૬૨૫૮૨), મુદ્રા ઠાકર, માહી આંબલિયા અને કલાઉડ ઓફ પોએટ્રી રાજકોટ સતત પ્રયત્‍નશીલ છે. રાજકોટના સાહિત્‍યપ્રેમીઓ, કાવ્‍યરસિકોને કલાઉડ ઓફ પોએટ્રી સાથે એમના સૌ સહયોગીઓ પણ રાજકોટની સાહિત્‍યપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવ્‍યું છે.

(4:52 pm IST)