Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાતે ઘરે કેમ મોડા આવ્‍યા? પૂનમને પતિ મનિષે માર માર્યો

પાણીની બોટલથી ફટકારતાં દવાખાને દાખલ થવું પડયું

રાજકોટ તા. ૧૦: પેડક રોડ પર આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતી પૂનમબેન મનિષ પરમાર (ઉ.૩૦)ને પતિ મનિષે રાતે સાડા અગિયારેક વાગ્‍યે ઢીકાપાટુનો માર મારી તેમજ પાણીની પ્‍લાસ્‍ટીકની બોટલથી બેફામ ફટકારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

મનિષ આર.એમ.સી.માં સફાઇ કામદાર છે અને તેને સંતાનમાં એક પુત્ર છે. તે રાતે ઘરે મોડો આવતાં પત્‍નિએ મોડુ કેમ થયું? એમ પુછતાં ઉશ્‍કેરાઇ જઇ ઝઘડો કરી હુમલો કર્યાનું પૂનમબેનના સગાએ જણાવ્‍યું હતું. તેણીના માવતર ગોંડલ રહે છે. રાજકોટ રહેતાં કાકાના દિકરાને જાણ થતાં તેણે હોસ્‍પિટલે ખસેડી હતી.

(3:21 pm IST)