Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મોબાઇલમાં આઇડી પર જૂગાર રમતાં ભાર્ગવ પકડાયોઃ બેંગલોરના રેડ્ડી અન્‍નાનું નામ ખુલ્‍યું

ગાંધીગ્રામના શક્‍તિસિંહ ગોહિલ, શબ્‍બીરભાઇ મલેક, કનુભાઇની બાતમી પરથી ગુરૂ ગોલવાલકર માર્ગ પરથી પીએસઆઇ જે. જી. રાણા અને ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૧૨: એરપોર્ટ રોડ પદ્દમકુંવરબા સોસાયટીમાં કુળદેવી કૃપા ખાતે રહેતાં ભાર્ગવ ઘનશ્‍યામભાઇ કુંદડા (ઉ.૨૭) નામના શખ્‍સને રૈયા રોડ ગુરૂ ગોલવાલકર માર્ગ શિવ શક્‍તિ પાન પાસેથથી મોબાઇલ ફોનમાં આઇડી પર તિનપત્તીનો હારજીતનો જૂગાર રમતો હોઇ ગાંધીગ્રામ પોલીસે પકડી લઇ રૂા. દસ હજારનો મોબાઇલ ફોન કબ્‍જે કર્યો છે. આઇડી આપનાર તરીકે બેંગલોરના રેડ્ડી અન્‍નાનું નામ ખુલતાં તપાસ હાથ ધરાઇ છે.

ગાંધીગ્રામ ડી. સ્‍ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. શક્‍તિસિંહ ગોહિલ, કનુભાઇ બસીયા અને શબ્‍બીરભાઇ મલેકને બાતમી મળતાં દરોડો પાડી ભાર્ગવને પકડી લીધો હતો. ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અને પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, ગોપાલભાઇ, અર્જુનભાઇ સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલો શખ્‍સ હાલમાં કંઇ કામધંધો કરતો નથી. તેને આઇડી બેંગલોરના શખ્‍સે આપ્‍યાનું ખુલતાં વિશેષ તપાસ શરૂ થઇ છે.

(3:12 pm IST)