Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ચુનારાવાડમાં જશુબેન અને તેના જમાઇ અનિલની ધોલધપાટ કરી પથ્‍થરમારો

બહેનના દિકરા લક્ષમણ અને સાથેના સાહિલ વિરૂધ્‍ધ ફરિયાદ

રાજકોટ તા. ૧૦: ચુનારાવાડમાં કોળી મહિલાએ પોતાના બહેનનો દિકરો અને ભાઇનો દિકરો બોલાચાલી કરતાં હોઇ તેને ઝઘડો નહિ કરવા સમજાવતાં બહેનનો દિકરો ઉશ્‍કેરાઇ ગયો હતો અને બીજા એક શખ્‍સ સાથે મળી મારામારી કરી ઇજા પહોંચાડતાં અને કોળી મહિલાના જમાઇને પણ માર મારતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં પોલીસે ચુનારાવાડ-૩માં રહેતાં જશુબેન આંબાભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.૪૫)ની ફરિયાદ પરથી સાહિલ સામતભાઇ બાવળીયા અને લક્ષમણ ભયલુભાઇ ગોહેલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

જશુબેને પોલીસને કહ્યું હતું કે હું મારા જમાઇ અનિલ અને તેના સાળા વિક્રમ સાથે સંયુક્‍ત પરિવારમાં રહુ છું. ગઇકાલે હું ઘરે હતી ત્‍યારે મારી બહેન લીલાબેનનો પુત્ર લક્ષમણ ગોહેલ અને મારા ભાઇનો દિકરો આકાશ કિશોરભાઇ ચોૈહાણ અંદરો અંદર બોલાચાલી કરતાં હોઇ મારા જમાઇ અનિલ ભીમાભાઇ મુળીયાએ લક્ષમણ અને આકાશને ઝઘડો નહિ કરવા સમજાવતાં આકાશ માની ગયો હતો. પરંતુ લક્ષમણ અને તેની સાથેનો સાહિલ ઉશ્‍કેરાઇ ગયા હતાં અને મારી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી મને પછાડી દીધી હતી.

મારા જમાઇ અનિલ છોડાવવા આવતાં તેને પણ લક્ષમણ અને સાહિલે પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડી હતી. પીએસઆઇ એચ. બી. વડાવીયાએ ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.

(3:12 pm IST)