Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મનહરપુર અને મહિકા પાસે દેશી દારૂના જથ્‍થા સાથે રઘો અને મનસુખ પકડાયા

ક્રાઇમ બ્રાંચના વિજયગીરી, ધમભા, નિતેશભાઇ અને એલસીબી ઝોન-૧ના વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૦: ક્રાઇમ બ્રાંચ તથા એલસીબી ઝોન-૧ની ટીમોએ દેશી દારૂના જથ્‍થા સાથે બે શખ્‍સોને પકડી લીધા હતાં.

જામનર રોડ પર મનહરપુર-૧ની ધાર ઉપર મનિષભાઇ કરીયાણાવાળાની દૂકાન પાછળ રહેતાં રાઘવ ઉર્ફ રઘો ગીરધરભાઇ સવાસળીયા (ઉ.૩૭)ના ઘરમાં હેડકોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. નિતેષભાઇ બારૈયાની બાતમી પરથી દરોડો પાડી તેને રૂા. ૭૪૦૦ના ૩૭૦ લિટર દારૂ સાથે પકડી લેવાયો હતો. આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ ગાંધીગ્રામમાં દારૂનો ગુનો નોંધાયો હતો.

જ્‍યારે અન્‍ય દરોડામાં એલસીબી ઝોન-૧ના હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા તથા કોન્‍સ. જીતુભા ઝાલાની બાતમી પરથી મહિકા ગામના પાટીયા પાસેથી જીજે૧૩એવી-૩૨૨૮ નંબરની રિક્ષામાં રૂા. ૪૦૦૦નો ૨૦૦ લિટર દારૂ ભરીને નીકળેલા મનસુખ હીરાભાઇ રાજપરા (ઉ.૩૫-રહે. ખોડિયારપરા-૩૫, આજીડેમ ચોકડી)ને પકડી લેવાયો હતો.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયા, ડીસીપી પ્રવિણકુમાર મીણાની સુચના અને રાહબરીમાં  આ કામગીરીઓ પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ, વિજયગીરી, ધમભા, ઉમેદભાઇ, પ્રદિપસિંહ, નિતેશભાઇ, દિવ્‍યરાજસિંહ, સત્‍યજીતસિંહ સહિતે કરી હતી.

(3:11 pm IST)