Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ચેક રિટર્ન કેસમાં અમદાવાદના સોની વેપારીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ,તા. ૧૦ : ચેક રીટર્નના કેસમાં અમદાવાદના સોની વેપારીને એક વર્ષ સજા તથા ચેકની રકમનું વળતર ચુકવવા હુકમ કોર્ટે કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે રાજકોટના અમન ઓરનામેન્ટસના માલીક રમેશભાઇ રત્નાભાઇ પરસાણાએ અમદાવાદના શ્રીજી જ્વેલર્સના માલીક પ્રકાશભાઇ સોનીએ આપેલ ચેક રીટર્ન થતા નોગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ કરેલી.

ફરીયાદ પક્ષના કેસની ટુંક હકીકત એમ છે કે, ફરીયાદી અમન ઓરનામેન્ટના નામથી સોના ચાંદીના દાગીના બનાવી વેચવાનો વેપાર કરે છે. આરોપીએ ફરીયાદને ત્યાંથી ઇનવોઇસ નં. ટી/૧૭થી રકમ રૂા. ૬,૦૧,૬૪૦ પુરાના ચાંદીના દાગીના ખરીદ કરેલ હતા. ત્યારબાદ આરોપીએ તેમની બેંકનો ચેક આપેલ તે ફરીયાદએ તેમની બેન્કમાં રજુ કરતા 'ઇન્સફીસીયન્ટ ફંડ'ના શેરા સાથે પરત ફરેલ અને ત્યારબાદ નોટીસ આપવા છતા ફરીયાદીને લેણી રકમ વસુલ આપેલ નહી જેથી ફરીયાદીએ ત્હોમતદાર વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે ફરીયાદ  દાખલ કરેલ હતી.

આ કેસ ચાલી જતા અદાલતુ આરોપીને તકસીરવાન ઠેરવી અને સદર ગુનામાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ભોગવવી તેવો હુકમ તથા ક્રિમીનલ પોસીજર કોડની કલમ ૩૫૭ (૩) મુજબ ફરીયાદવાળા ચેકની રકમ આરોપીએ ફરીયાદને વળતર પેટે આરોપી મળી આવ્યા તારીખની એક માસની અંદર ચુકવી આપવી જો આરોપી વળતરની રકમ આરોપી મળી આવ્યા તારીખથી એક માસની અંદર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજા કરવામાં આવે છે તેવો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં ફરીયાદીના વકીલ તરીકે, રાજકોટના વકીલશ્રી ધર્મેશ યુ.વકીલ મનોજ એન.ભટ્ટ, રચિત એમ., અત્રિ, આનંદ કે. પઢીયાર, મૌલીક ડી.વકીલ તથા યોગીરાજ ડી.વકીલ એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

 

(4:51 pm IST)