Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જુદા જુદા બે ચેક રિટર્ન કેસમાં આરોપીઓને હાજર થવા સમન્સ

રાજકોટઃ તા.૧૦ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ રૂદ્રરાજ ટેકનોકાસ્ટના માલીક રાજદીપભાઇ વિરુદ્ધ કુલ રૂપીયા ૫,૪૦,૦૦૦/- ચેક રીર્ટનની ફરીયાદ કોર્ટમાં દાખલ થતા રાજદીપભાઇને હાજર થવા સમન્સ કરેલ છે. આજ રીતે ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપી કલ્પેશ પટેલનેે હાજર થવા સમન્સ કરેલ છે.

આ કામે ફરીયાદની હકીકત એવી છે કે.. રાજકોટ આજીવસાહતમાં આવેલ ગણેશ એન્જીનીયરીંગના ભાગીદાર શશીકાંતભાઇ એમ.પટેલ રૂદ્રરાજ ટેકનોકાસ્ટના રાજદીપભાઇ સાથે ઘણા સમયથી ધંધો કરતા હોય સ્કેપનું કામકાજ હોય જેથી ગણેશ એન્જીનીયરીંગમાંથી ગંુદાસરામાં આવેલ રૂદ્રરાજ ટેકનોકાસ્ટના માલીક રાજદીપભાઇ ઉધારીમાં માલ મંગાવતા તેના મુદત સમયે પેમેન્ટ કરતા હતા પરંતુ છેલ્લે રૂા. ૫,૪૦,૦૦૦/- અંકે રૂપીયા પાંચ લાખ ચાલીશ હજાર પુરા માલના લેવાના નીકળતા હતા જે પેટે રાજદીપભાઇએ  તેમની પેઢીનો રૂા.૫,૪૦,૦૦૦/- અંકે રૂપીયા પાંચ લાખ ચાલીશ હજાર પુરાનો ચકે  આપેલ અને ચેક આપતી વખતે તેમણે વચન વિશ્વાસને ખાતરી આપેલ કે સદર હું ચેક જયારે શશીકાંતભાઇ તેમની પેઢીના ખાતામાં જમા કરાવશે તો તેનું પેમેન્ટ થઇ જશે. પરંતુ સદરહું   ચેક તા. ૧૨/૪/૨૦૨૨ના રોજ 'એકસીડઝ એરેન્જમેન્ટ' ના શેરા સાથે પરત ફરેલ.

બીજા એક કે ચેકની વિગત મુજબ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ કલ્પેશ ટ્રેડીંગ કાું ના માલીક કલ્પેશભાઇ મોહનભાઇ પટેલ વિરુદ્ધ કુલ રૂપીયા ૧૫,૧૫,૧૨૨/- ચેક રીર્ટનની ફરીયાદ કોર્ટમાં દાખલ થતા કલ્પેશભાઇ મોહનભાઇ પટેલને હાજર થવા સમન્સ ઇસ્યુ કરલ છે.

આ કામે ફરીયાદની હકીકત એવી છે કે.. રાજકોટ આજીવસાહતમાં આવેલ ગણેશ એન્જીનીયરીંગના ભાગીદાર શશીકાંતભાઇ એમ.પટેલ કલ્પેશ ટ્રેડીંગ કાુંના કલ્પેશભાઇ મોહનભાઇ પટેલ સાથે ઘણા સમયથી ધંધો કરતા હોય સ્કેપનું કામકાજ હોય જેથી ગણેશ એન્જીનીયરીંગ માંથી આંગન રેસીડેન્સીમાં રહેતા કલ્પેશભાઇ ઉધારીમાં માલ મંગાવતા હતા તેના મુદત સમયે પેમેન્ટ કરતા હતા પરંતુ  છેલ્લે રૂા. ૧૫,૧૫,૧૨૨/-  અંકે રૂપીયા પંદર લાખ પંદર હજાર એકસો બાવીશ પુરાનો ચેક આપેલ સદર હું ચેક પરત કરતાં શશીંકૉતભાઇ પટેલએ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે. જે કેસ દાખલ થતાં કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ સમન્સ ઇસ્યુ કરી નામ કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ છે.

આ બંને કામમાં ફરીયાદી તરફે વકીલ શ્રી સંજય જે.જોશી (સંજુબાબા) ત્રિશાલા જોશી, રૂષી જોશી રોકાયેલ છે.

(3:09 pm IST)