Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘ઇન્‍ટરનેશનલ લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ વીક'ની ઉત્‍સાહભેર ઉજવણી

રાજકોટ, તા. ૧૦ :  પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૩જી જૂનથી ૯મી જૂન, ૨૦૨૨ દરમિયાન આંતરરાષ્‍ટ્રીય લેવલ ક્રોસિંગ ગેટ અવેરનેસ વીકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈનના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ મંડળ સેફટી અધિકારી શ્રી એન.આર.મીના તથા અન્‍ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્‍થળે સ્‍થળે જાગળતિ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું.

આ દરમિયાન રાજકોટ ડિવિઝનના રેલવેના વિવિધ વિભાગોના અધિકારીઓ, સુપરવાઈઝર અને સિવિલ ડિફેન્‍સ સ્‍વયંસેવકો દ્વારા રસ્‍તાના વપરાશકારો અને સામાન્‍ય નાગરિકોને લેવલ ક્રોસિંગ ફાટક ક્રોસ કરવા સંબંધિત સલામતી નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્‍યા હતા અને વિવિધ સ્‍થળોએ નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેફટી વિભાગની ટીમ દ્વારા વિવિધ લેવલ ક્રોસિંગ ગેટનું નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું અને લોકોને લેવલ ક્રોસિંગ ગેટને ક્રોસ કરતી વખતે ગેટ ઉપર ૨૫ કિલોવૉટ વી. વીજ લાઇનને લગતી સાવચેતીઓ બાબત અને તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો સંભવિત અકસ્‍માતો વિશે માહિતી આપવામાં આવી હતી.

ઈન્‍ટરનેશનલ લેવલ ક્રોસિંગ અવેરનેસ વીક દરમિયાન, રાજકોટ ડિવિઝનના તમામ ૨૫૨ લેવલ ક્રોસિંગ ગેટને આવરી લેવા માટે સેફ્‌ટી વિભાગ દ્વારા વિવિધ વિભાગોમાં ૦૬ અધિકારીઓ અને ૧૧૨ સુપરવાઈઝરને જાગળતિ અભિયાન માટે નિર્દેશિત કરવામાં આવ્‍યા હતા. તમામ અધિકારીઓ અને સુપરવાઇઝર દ્વારા લેવલ ક્રોસિંગ ગેટ પર ૯૦૦૦ પેમ્‍ફલેટ, ૧૫૦ સેફ્‌ટી સ્‍લોગન કેપ, ૩૦૦ પેન્‍સિલ અને ૩૦૦ શાર્પનરનું વિતરણ કરીને ૭૫૦૦ જેટલા લોકોને જાગળત કરવામાં આવ્‍યા હતા.

(3:06 pm IST)