Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

લોકો કસરત કરી પોતાનું સ્‍વાસ્‍થ્‍ય સુધારે, રાષ્‍ટ્રને મદદરૂપ બનેમવડી ચોકડીએ ‘ધ જીમ વર્લ્‍ડ કલબ'નો પ્રારંભ

રાજકોટઃ તાજેતરમાં જ મવડી ચોકડી ખાતે સૌરાષ્‍ટ્રના સૌથી મોટા જીમ ‘ધ જીમ વર્લ્‍ડ કલબ'નો ભાજપ અધ્‍યક્ષ શ્રી સી.આર. પાટીલજી, ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ તથા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી ડો.ભરતભાઈ બોઘરા દ્વારા મંગલ પ્રારંભ થયેલ છે. ઉપસ્‍થિત મહાનુભાવોએ લોકો કસરત દ્વારા પોતાનું સ્‍વાસ્‍થ્‍ય સુધારી રાષ્‍ટ્રને મદદરૂપ થાવ તેવી શુભેચ્‍છા પાઠવેલ.

આ જીમમાં ૩૬૦ ડીગ્રી ફીટનેશ સોલ્‍યુશન, યોગા, જુમ્‍બા ડાન્‍સ, એમએમએસ તથા રોપ કલાઈમીંગ તથા ડીજે ડાન્‍સ વીથ સ્‍પીનીંગ જેવી વિવિધ સુવિધાઓ પ્રથમ વખત રાજકોટ ખાતે ઉપલબ્‍ધ કરાવેલ છે. તદ્દઉપરાંત આ જીમ વર્ષના ૩૬૫ દિવસ ખુલ્લુ રાખવામાં આવશે. તેમજ ખાસ ટ્રેનરો દ્વારા સભ્‍યોના ફીટનેસનું ખાસ પર્સનલ રીતે ધ્‍યાન આપવામાં આવશે. તેમજ ખાસ ડાયેટીશીયન દ્વારા યોગ્‍ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

ઉપરોકત પ્રસંગે સાંસદશ્રી રામભાઈ મોકરીયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્‍યશ્રી લાખાભાઈ સાગઠીયા, શહેર પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ, સૌરાષ્‍ટ્ર કચ્‍છ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરા, રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, શ્રી વી.પી. વૈષ્‍ણવ તેમજ વિવિધ મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહી ‘ધ જીમ વર્લ્‍ડ કલબ'ને શુભેચ્‍છા પાઠવેલ હોવાનું જલજીત વેલનેસ કેર (મો.૯૫૧૨૦ ૭૭૭૨૨, મો.૯૫૧૨૦ ૭૭૭૩૩)ની યાદીમાં જણાવાયું છે.

‘ધ જીમ વર્લ્‍ડ કલબ'વતી ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોને સર્વશ્રી રાજુભાઈ અમીપરા, જલજીતભાઈ અમીપરા, અનિલ ઠુંમર, જીતુ માલવીયા, ઘનશ્‍યામ પટેલ, અનિલભાઈ વરીયા દ્વારા  આવકારવામાં આવેલ.

(3:06 pm IST)