Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અટલ પેન્‍શન યોજનામાં સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેંકની અવિરત આગેકૂચ

રાજકોટ, તા.૧૦: પેન્‍શન ફંડ રેગ્‍યુલેટરી ડેવલોપમેન્‍ટ ઓથોરીટી (PFRDA) તથા સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેંકના સંયુક્‍ત ઉપક્રમે અટલ પેન્‍શન યોજના અંતર્ગત બેંક દ્વારા વર્ષે ૨૦૨૧-૨૨ દરમ્‍યાન કરવામાં આવેલ કામગીરીને બીરદાવવા અટલ પેન્‍શન યોજના આઉટરીચ એન્‍ડ ફેલીટેશન પ્રોગ્રામનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્‍યુ હતું.

 આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે આશિષ કુમાર - CGM PFRDA, આશિષ ડોંગરે -  AGM PFRDA,RMC કમિશનર અમિત અરોરા કલેકટર અરૂણ મહેશ બાબુ ઉપસ્‍થિત રહેલ.

સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેંક સૌરાષ્‍ટ્રના ૧૧ જીલ્લામાં ૨૫૬ શાખાઓના વિશાળ બ્રાંચ નેટવર્ક દ્વારા ૧૫૦૦થી વધારે ગામોમાં તેના૧૫ લાખથી પણ વધારે ગ્રાહકોને છેલ્લા ચાર દાયકાથી ઉતમ બેન્‍કિંગ સેવાઆ ેઆપતી સૌરાષ્‍ટ્રની પોતાની સંપૂર્ણ સરકારી બેંક છે.

બેંકના ચેરમેનશ્રીમનોજકુમાર કલમઠેકરના જણાવ્‍યા પ્રમાણે, બેંક હાલમાં ૯૪૧ ગામડામાં ફાયનાન્‍સીયલ ઇન્‍ક્‍લૂઝન હેઠળ પણ બેન્‍કિંગ સેવાઓ પૂરી પાડી રહી છે. બેંક દ્વારા ૩૧ માર્ચ,૨૦૨૨સુધી કુલ ૪૨૦૦૦થી વધારે લોકોને અટલ પેન્‍શન યોજના હેઠળ આવરી લીધા છે. જેમાં માર્ચ ૨૦૨૨ પુરા થયેલ નાણાંકીય વર્ષમાં ૧૮૨૧૭ જેટલી નવી અરજીઓનો સમાવેશ થાય છે. આમ ગતવર્ષ ની સરખામણીએ ૮૨૦૦ જેટલો વધારા ેથયેલ છે જે ૭૦%નો વિકાસ દર્શાવે છે.

આ ઉપરાંત ફાયનાન્‍સીયલ ઇન્‍ક્‍લૂઝન હેઠળ આવતી અન્‍ય વીમા યોજનાઓ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્‍યોતિ વીમા યોજનામાં પણ બેંકની કામગીરી પણ ઘણી સારી છે અને ગયા વર્ષ દરમ્‍યાન ૪૨૦૩૫ નવા ગ્રાહકોને સુરક્ષા વીમા યોજના હેઠળ અને ૨૩૯૯૦ નવા ગ્રાહકોને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ આવરી લેવાએલા છે. સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેંક હંમેશા સામાજિક સેવાના કાર્યમાં મદદરૂપ થવા માટે અગ્રસર છે અને રહેશે.

(3:04 pm IST)