Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ભાજપ દ્વારા અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના અંતર્ગત કાર્યશાળા

પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૧ થી ૧૩ જૂન દરમ્‍યાન રાજ્‍યભરમાં અલ્‍પકાલીન વિસ્‍તારક યોજનાનો પ્રારંભ થઇ રહ્યો હોય અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના અંતર્ગત શકિતકેન્‍દ્ર દીઠ પાર્ટીના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ૩ દિવસ માટે વિસ્‍તારક તરીકે જશે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા મહાનગરમાં અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના અંતર્ગત જનાર વિસ્‍તારકો માટે વિધાનસભા દીઠ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ. તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા રાણીંગાવાડી ખાતે વિધાનસભા ૬૯ અને ૭૦ની કાર્યશાળા યોજાયા બાદ વિધાનસભા ૬૮ અને વિધાનસભા -૭૧ના સમાવિષ્‍ટ વોર્ડ માટેની કાર્યશાળા યોજાઇ હતી. અને ચારેય વિધાનસભાની અલ્‍પકાલીન વિસ્‍તારક યોજના અંતર્ગત કાર્યશાળાનું સમાપન કરવામાં આવેલ હતું. આ તકે આ કાર્યશાળાનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદિપ ડવ, ગુજરાત મ્‍યુનીસીપલ ફાઇનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્‍દ્રનગર ભાજપ પ્રભારી નિતીન ભારદ્વાજ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલ, નિતીન ભૂત સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતીમાં દીપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યશાળાને સફળ બનાવવ આઇટી સોશ્‍યલ મીડીયાના હાર્દિક બોરડ, શૈલેષ હાપલીયા,જય શાહ, જય સોનાગ્રા સહીતના એ જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યાલય ખાતેથી અનીલભાઇ પારેખ, હરેશભાઇ જોષી, રમેશભાઇ જોટાંગીયા, રાજ ધામેલીયા, ચેતન રાવલ, પી.નલારીયન એ જહેમત ઉઠાવી હતી. 

(2:55 pm IST)