Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

માંડા ડુંગર વિસ્‍તારના સફાઇ કોન્‍ટ્રાકટ ના કામદારોની વિજળીક હડતાલ

પગાર વધારાની માંગ : મનપાના અધિકારીની દરમિયાનગીરીથી ૭૦થી વધુ કામદારો બે કલાક બાદ પુનઃ કામે વળગ્‍યા

રાજકોટ તા. ૧૦ : શહેરના વોર્ડ નં. ૬માં આજીડેમ ચોકડી પાસે આવેલ માંડા ડુંગર વિસ્‍તારના કોન્‍ટ્રાકટના સફાઇ કામદારોએ પગાર વધારાની માંગ સાથે બે કલાક હડતાલ પર ઉતરી ગયા છે. આ હડતાલની જાણ મનપાના સબંધીત વિભાગના અધિકારીને જાણ થતાં તુરંત જ ઘટના સ્‍થળે પહોંચી મામલો થાળે પાડયો હતો અને કામદારોને પુનઃ કામે લગાડયા હતા.

આ અંગેની પ્રાપ્‍ત માહિતી મુજબ શહેરના વોર્ડ નં. ૬માં માંડા ડુંગર વિસ્‍તારમાં ૭૦ જેટલા કોન્‍ટ્રાકટના સફાઇ કામદારોએ અનેક વખત એજન્‍સીને પગાર વધારાની રજૂઆત કરી હતી પરંતુ એજન્‍સી ધારકોએ માંગણી નહિ સ્‍વીકારતા કામદારોએ આજે હડતાલનું શષા ઉગામ્‍યું હતું અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા. આ હડતાલની જાણ મનપાના ઇસ્‍ટ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીને થતાં તેઓ તુરંત ઘટના સ્‍થળે ગયા હતા અને એજન્‍સી ધારક અને કામદારોને સમજાવી મામલો થાળે પાડયો હતો.

આમ, સવારના ૧૦ વાગ્‍યા બાદ સફાઇ કામદારોએ પુનઃ પોતાના વિસ્‍તારોમાં સફાઇ હાથ ધરી હતી.

(2:55 pm IST)