Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ડીપ્લોમાં ટુ ડીગ્રી ઇજનેરી પ્રવેશ માટે પ્રક્રિયા પ્રારંભ : ૧૨૯ કોલેજા, ૩૬૮૧૪ બેઠકો

અોનલાઇન નોîધણી : ૯૮ ઇજનેરી કોલેજામાં નોîધણી કેન્દ્રો

રાજકોટ,તા. ૯ : ડીપ્લોમાં ટુ ડીગ્રી એન્જીનિયરીંગ પ્રવેશ સમિતિ દ્વારા તા. ૯ના રોજ થી ડીપ્લોમાં થી ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમ માટેની રજીસ્ટ્રેશન કાર્યવાહી શરુ થઇ છે. પ્રવેશ લાયકાત ધરાવતા ઉમેદવારો તા. ૯થી તા.૩૦ જૂન સુધી ઓનલાઈન રજોસ્ટ્રેશન ની કાર્યવાહી કરી શકશે. સમગ્ર પ્રવેશ પક્રિયા ઓનલાઈન કરવાની રહે છે. ઉમેદવારો પ્રવેશ સમિતિ ની વેબસાઈટ www.gujacpc.nic.in થી રજીસ્ટ્રેશન ની કાર્યવાહી કરી શકશે. સદર પ્રવેશ પક્રિયા માં ગુજરાત માંથી વર્ષ ૨૦૨૧ માં કુલ ૧૫ વિવિધ યુનિવર્સીટી/બોર્ડ માંથી ડીપ્લોમાં પાસ કરેલ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક રહે છે. ઉમેદવારો ને રજોસ્ટ્રેશનની કાર્યવાહીમાં સુગમતા રહે તે હેતુસર સમગ્ર ગુજરાતમાં વિવિધ જીલ્લા સ્તરે ઈજનેરી કોલેજ ખાતે ૯૮ જેટલા સાયબર સેન્ટર ની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેની માહિતી પ્રવેશ સમિતિ ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

પ્ર­વેશ લાયકાત

ડીપ્લોમાં ઈજનેરીની પરીક્ષામાં કુલગુણ ના ૪૫ % (અનામત માટે ૪૦%) કે તેથી વધુ ગુણ સાથે અંતિમ પરીક્ષા નવેમ્બર/ડીસેમ્બર ૨૦૨૧ કે વર્ષ ૨૦૨૨ માં પાસ કરેલ હોય તેવા ઉમેદવારો ઓનલાઈન પ્રવેશ માટે લાયક રહે છે.

ખાસ નોંધઃ ઉમેદવારો અને ડોપ્લોમાં પૂર્ણ કરવામાં ખૂટતા વિષયોની પરીક્ષા (સેમ ૧ થી ૬) આપેલ હોય અને પરિણામ જાહેર થવાના બાકી હોય તેવા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે પરંતુ ઉમેદવારોના પરિણામ તેઓની યુનિવર્સીટી દ્વારા સમિતિ દ્વારા મેરીટ પ્રસિધ્ધ કર્યા પહેલા જાહેર કરવામાં આવેલ હોય તેમજ જરૂરી યોગ્યતા ધરાવતા હોય તેવાજ ઉમેદવારોનો સમાવેશ મેરીટ યાદીમાં કરવામાં આવશે

AICTE અને રાજય સરકારશ્રી ના પ્રવર્તમાન નિયમો અન્વયે ડીપ્લોમાં પાસ કરેલ વિદ્યાર્થી ડિગ્રી ઈજનેરી ની કોઇપણ બ્રાંચ માં પ્રવેશ લેવા માટે લાયક રહે છે.

વધુ માહિતી માટે પ્રવેશ સમિતિનો હેલ્પ લાઇન નં. ૦૭૯-૨૬૫૬૬૦૦૦ ઉપર સંપર્ક સાધી શકાય છે.

પ્રવેશ કાર્યક્રમ

૧. પ્રવેશ ની રજીસ્ટ્રેશન તારીખઃ તા. ૦૯.૦૬.૨૦૨૨ થી તા.૩૦.૦૬.૨૦૨૨

૨. સંસ્થાઓની માહિતી : ૧૫.૦૭.૨૦૨૨

૩. પ્રોવિઝનલ મેરીટ યાદીઃ ૧૯.૦૭.૨૦૨૨

૪. પ્રથમ રાઉન્ડ ની ચોઈસ ફીલિંગ કરવાની તારીખ :૨૭.૦૭.૨૦૨૨ થી ૩૦.૦૭.૨૦૨૨

૫. ઓનલાઈન ફી ભરી ને પ્રવેશ કાયમ કરવાની તારીખ : ૩.૦૮.૨૦૨૨ થી ૦૮.૦૮.૨૦૨૨

૬. શૈક્ષણિક સત્ર ની શરૃઆત ની તારીખ : ૦૮.૦૮.૨૦૨૨

૭. ઓનલાઈન ફી ભરી ને કાયમ કરાવેલ પ્રવેશ રદ કરવાની તારીખ : ૩.૦૮.૨૦૨૨ થી ૧૦.૦૮.૨૦૨૨

૮. બીજા રાઉન્ડ ની પ્રવેશ કાર્યવાહી : ૧૩.૦૮.૨૦૨૨ થી ૩૧.૦૮.૨૦૨૨

(12:12 pm IST)