Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

પિત્તળના ૩૫ કિલો ચોરાઉ નટબોલ્ટ સાથે ઍરપોર્ટ પોલીસે બે શખ્સને પકડ્યા

બામણબોર જીઆઇડીસીના પબિત્ર અને ગજેન્દ્રની પુછતાછઃ બાઇક પણ કબ્જે

રાજકોટ તા. ૧૦: રાજકોટ અમદાવાદ હાઇવે પર ગુંદાળા ગામના પાટીયા પાસેથી બે શખ્સોને એરપોર્ટ પોલીસે ૩૫ કિલો વજનના પિત્તળના ચોરાઉ નટબોલ્ટ સાથે પકડી લઇ બાઇક પણ કબ્જે લઇ પુછતાછ હાથ ધરી છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હેમતભાઇ તળાવીયા અને કોન્સ. વિજયભાઇ મકવાણાને બાતમી મળતાં જીજે૦૩ડીએફ-૧૧૬ નંબરના બાઇક પર નીકળેલા બે શખ્સને અટકાવી તેની પાસેના કોથળાની તલાસી લેતાં અંદરથી કુલ પાંત્રીસ કીલો વજનના પાંચ નંગ પિત્તળના વિશાળ નટબોલ્ટ મળ્યા હતાં. બંનેએ પોતાના નામ પબિત્રકુમાર શરદચંદ્ર મલિક (ઉ.૨૬) અને ગજેન્દ્ર પરશુરામ મલિક (ઉ.૩૩) (રહે. બંને હાલ બામણબોર જીઆઇડીસી ગ્રીન પ્લય કારખાનાની કોલોનીમાં, મુળ ઓરીસ્સા) જણાવ્યા હતાં. બંનેએ આ નટ બોલ્ટ ચોરી કર્યાનું પ્રાથમિક રીતે જણાતાં શંકાસ્પદ મુદ્દામાલ ગણી કબ્જે કરી બંનેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ વી.આર. રાઠોડ, પીએસઆઇ વી. સી. પરમાર, હેડકોન્સ. હેમતભાઇ, કેશુભાઇ, મયુરભાઇ, કોન્સ. મહાવીરસિંહ, વિજયભાઇ, યશપાલસિંહ અને ઉમેશભાઇ તથા યુવરાજસિંહે આ કામગીરી કરી હતી.

(11:52 am IST)