Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

થોરાળાના વિરેન્દ્રએ રાતે ઘરમાં ડખ્ખો કર્યા બાદ ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૧૦: થોરાળાની સર્વોદય સોસાયટી-માં રહેતાં વિરેન્દ્ર રમેશભાઇ ગોહેલ (ઉ.૪૦)એ રાતે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વિરેન્દ્ર વિદ્યાનગર રોડ પરની હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. રાતે ઘરે આવી માતા-બહેન સાથે ચડભડ કર્યા બાદ ગુસ્સો આવતાં ફિનાઇલ પી ગયાનું જણાવાયું હતું.

મગજ ભમતો હોવાથી ખુશાલે બગીચામાં જઇ ફિનાઇલ પીધું

રેલનગર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં રહેતો ખુશાલ કિશોરભાઇ બેસ (ઉ.૧૬)એ રાતે ઘર નજીક આવેલા બગીચામાં જઇ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. ખુશાલના પિતા જીલ્લા પંચાયતની કેન્ટીનમાં કામ કરે છે. ખુશાલ તાજેતરમાં જ ધોરણ-૧૦ની પરિક્ષામાં પાસ થયો છે. પોલીસ અને પરિવારજનોની વિસ્તૃત પુછતાછમાં તેણે મગજ ભમતો હોવાથી જરાક ફિનાઇલ પી લીધાનું કહ્યું હતુ.

(10:46 am IST)