Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અદ્યતન સુવિધા સાથે ઓમેગા હોસ્‍પિટલનો શુભારંભ

ડો. કુંજેશ રૂપાપરા, ડો. યતીન સવસાણી અને ડો. ભાર્ગવ સીણોજીયાની : નિષ્‍ણાંત તબીબોની શ્રેષ્‍ઠ સેવા હવે ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાસે ઉપલબ્‍ધ : પૂર્વ મંત્રી જયેશ રાદડીયાના હસ્‍તે ઉદ્‌ઘાટન

ઓમેગા હોસ્‍પિટલના ઉદ્‌ઘાટન પ્રસંગે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા સાથે ડો. કુંજેશ રૂપાપરા, ડો. યતિન સવસાણી, ડો. ભાર્ગવ સીણોજીયા નજરે પડે છે.

રાજકોટ તા. ૯ : સૌરાષ્‍ટ્રના દર્દીઓને એક જ છત નીચે ત્રણ નિષ્‍ણાંત ડોકટરોની સેવાનો લાભ મળશે. સૌરાષ્‍ટ્રના મેડિકલ હબ ગણાતા રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન મેડીકલ સેવાઓનો વિસ્‍તાર થઇ રહ્યો છે ત્‍યારે સમગ્ર ભારતમાં તબીબી ક્ષેત્રે નામના ધરાવતી વિવિધ હોસ્‍પિટલોમાં સેવા આપી ચૂકેલા રાજકોટ શહેરના ત્રણ નિષ્‍ણાંત ડોકટરો દ્વારા બાલાજી હોલ પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ઓમેગા હોસ્‍પિટલનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. ઓમેગા હોસ્‍પિટલને દર્દીઓની સેવા માટે ખુલ્લા મુકતા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્‍યું હતું કે, ઓમેગા હોસ્‍પિટલ ખરા અર્થમાં માનવસેવાની ભાવનાને ચરિતાર્થ કરે તેવી શુભકામના છે.

આ પ્રસંગે ભાજપના જિલ્લા ઉપાધ્‍યક્ષ ડો. ભરત બોઘરા, મેયર પ્રદીપ ડવ એ પણ ઉપસ્‍થિત રહીને ડો. કુંજેશ રૂપાપરા, ડો. યતીન સવસાણી, ડો. ભાર્ગવ સીણોજીયાને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ઓમેગા હોસ્‍પિટલની સુવિધા બાબતે જાણકારી આપતા ડો. કુંજેશ રૂપાપરાએ જણાવ્‍યું હતું કે તેઓ ઓમેગા હોસ્‍પિટલના માધ્‍યમથી સૌરાષ્‍ટ્રના દર્દીઓને મુંબઇ કક્ષાની શ્રેષ્‍ઠ તબીબી સેવા પ્રદાન કરશે. ટાટા મેમોરિયલ હોસ્‍પિટલ મુંબઇ દીનાનાથ મંગેશકર હોસ્‍પિટલ પુને અને વોકાર્ડ હોસ્‍પિટલ રાજકોટમાં ચેસ્‍ટ ફિઝિશિયન તરીકે સેવા આપી ચૂકેલા ડો. કુંજેશ રૂપાપરા (MBBS, MD-pulmonologist and intensivist) ના બહોળા અનુભવનો લાભ હવે રાજકોટ અને સૌરાષ્‍ટ્રના દર્દીઓને મળશે.

ઓમેગા હોસ્‍પિટલમાં કાર્યરત અન્‍ય ડો. યતિન સવસાણી (MBBS, MD, IDCCM, FCCS) રિલાયન્‍સ ફાઉન્‍ડેશન મુંબઇ, ગોકુલ હોસ્‍પિટલ રાજકોટ, ગિરિરાજ હોસ્‍પિટલ રાજકોટનો અનુભવ ધરાવે છે. ડો. ભાર્ગવ સીણોજીયા (MBBS, MD, IDCCM) એપોલો ઇન્‍ટરનેશનલ હોસ્‍પિટલ અમદાવાદ, સિનર્જી હોસ્‍પિટલ રાજકોટ અને એચસીજી હોસ્‍પિટલ રાજકોટનો અનુભવ ધરાવે છે.

ઓમેગા હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ સુવિધાઓમાં ફેફસા તથા શ્વાસને લગતા રોગોની સારવાર, મેડીસીન ઓપીડી, ફુલ બોડી હેલ્‍થ ચેકઅપ, ક્રિટીકલ કેર વિભાગ, બેડસાઇડ સોનોગ્રાફી તથા ૨ડી ઇકો, એક્‍સ-રે, ડાયાલિસિસ, બ્રોન્‍સ્‍કોપી અને ફેફસાના ગંભીર રોગોની સારવાર કરવામાં આવશે. તમામ ગંભીર પ્રકારની બીમારીઓની સારવાર હોસ્‍પિટલમાં એક છતની નીચે મળી રહેશે.

(4:23 pm IST)