Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજકોટ કલેકટરને દિલ્‍હી ખાતે એવોર્ડ ઓફ એક્‍સલન્‍સ

દેશભરના ૭૦૦ જિલ્લામાંથી રાજકોટની પસંદગી : આ સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર અને ટીમનું બહુમાન છે : કલેકટરનું પ્રેરક વ્‍યક્‍તવ્‍ય : ડિસ્‍ટ્રીકટ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ પ્‍લાનીંગ માટેનો એવોર્ડ ઓફ એકસલન્‍સ મેળવનાર રાજકોટ દેશનો સૌ પ્રથમ જિલ્લો


આજરોજ દિલ્‍હી ખાતે રાજકોટ જિલ્લા કલેકટરને એવોર્ડ ઓફ એક્‍સલન્‍સ અપાયું તે તસ્‍વીરમાં નજરે પડે છે, બીજી તસ્‍વીરમાં કલેકટરશ્રી સંબોધન કરતા અન્‍ય અધિકારીઓ જણાય છે.
રાજકોટ તા.૯ : સમગ્ર દેશમાંથી ‘એવોર્ડ ઓફ એકસલન્‍સ' મેળવનાર જિલ્લા તરીકે પ્રથમ ક્રમાંકે રાજકોટ જિલ્લાની પસંદગી થતાં આ એવોર્ડ આજરોજ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને દિલ્‍હી  ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.
આ એવોર્ડ માટે દેશભરના જિલ્લાઓમાં કાર્યરત પ્‍લાનીંગ પ્રોજેકટસનું મુલ્‍યાંકન નિતિ આયોગ, આઇ.આઇ.ટી. દિલ્‍હી અને આઇ.આઇ.ટી. ખડગપુરના નિષ્‍ણાંતો દ્વારા કરાયુ હતું. આ પ્રકારના પ્રોજેકટ માટે રાજકોટ જિલ્લાની સૌ પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજકોટ જિલ્લાની  વિધવા અને ગંગાસ્‍વરૂપા બહેનો, એઇડસ પિડિત દર્દીઓ, એલ.જી.બી.ટી. સમુદાય, આઇ.ટી.આઇ.ની લેબોરેટરીમાં ટ્રેઇનીંગ ઓફ ટ્રેઇનર્સ સહિતની બાબતો અંગે થયેલી કાર્યવાહીની વિશેષ નોંધ લેવામાં આવી હતી, જે બદલ રાજકોટ જિલ્લાની આ એવોર્ડ માટે પસંદગી કરાઇ છે.  
કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા કાર્યરત મિનિસ્‍ટ્રી ઓફ સ્‍કિલ એન્‍ડ એ ન્‍ટરપ્રીન્‍યોરશીપ (MSDE) દ્વારા ડિસ્‍ટ્રીકટ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ પ્‍લાનીંગ માટે એવોર્ડ ઓફ એકસલન્‍સ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧માં દેશભરમાંથી આશરે ૭૦૦ ડીસ્‍ટ્રીકટ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ પ્‍લાન સબમિટ કર્યા હતા. જે અંતર્ગત રાજકોટ જિલ્લાનો ‘ડીસ્‍ટ્રીકટ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ પ્‍લાન' એવોર્ડ ઓફ એકસેલન્‍સ માટે પસંદગી પામ્‍યો હતો. જેનાં ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને આજે દિલ્‍હી ખાતે MSDE  દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો છે. આમ રાજકોટ જિલ્લાનો પ્‍લાન સમગ્ર દેશના વિવિધ જિલ્લાઓ પૈકી પ્રથમ સ્‍થાને રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્‍યો છે.
દિલ્‍હી ખાતેથી મહાનુભાવોના હસ્‍તે એવોર્ડ ઓફ એકસલન્‍સ સ્‍વીકાર્યા બાદ કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્‍યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટ જિલ્લાના પ્‍લાનીંગની પ્રથમ સ્‍થાને  પસંદગી કરાતાં સમગ્ર રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર તથા સમગ્ર ટીમને બહુમાન પ્રાપ્ત થયું છે.
આ એવોર્ડ માટેનો સમગ્ર પ્‍લાન મહાત્‍મા ગાંધી નેશનલ ફેલોશ્રી હિરલચંદ્ર મારૂ અને રાજકોટ જિલ્લાના ડીસ્‍ટ્રીકટ ડેવલપમેન્‍ટ ઓફિસરશ્રી, નોડલ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્‍થાનાં આચાર્યશ્રી નિપુણ રાવલ, રાજકોટ જિલ્લાનાં પૂર્વ કલેકટરશ્રી રેમ્‍યા મોહન અને હાલનાં કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્‍યો હતો.

 

(2:53 pm IST)