Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

શહેરમાં ગઇકાલે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયાઃ લોકોમાં ફફડાટ

હાલ ૨૨ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૬૩,૭૩૧એ પહોંચ્‍યો

રાજકોટ તા.૯: છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના શહેરમાં ગઇકાલે વધુ ૭ કેસ નોંધાતા મનપાના આરોગ્‍ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. હાલ ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે. આજ બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી.
મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૭૩૧ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૨૧૦ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૯૬૧ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૭૩ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૨૪,૭૧૦ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૯ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૧૮ ટકાએ પહોંચ્‍યો છે.

 

(3:50 pm IST)