Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજકોટ-અમદાવાદ સીકસ લેનનું નરેન્‍દ્રભાઇ ઉદ્દઘાટન કરશે

સપ્‍ટેમ્‍બરમાં કાર્યક્રમઃ તડામાર તૈયારીઓઃ કુલ ૬૦૦ કરોડનો પ્રોજેકટઃ માલીયાસણ પાસે જબરૂ ટોલનાકુઃ કામ ચાલૂ : રાજકોટથી ૧૦ કિ.મી. દૂર ૧ાા કિ.મી.લાંબો પૂલ તૈયારઃ બીજો પૂલ ૧ાા મહિનામાં બની જશેઃ રાજકોટથી બામણબોર સુધીનું ૩૦ કિ.મી.૯૭ ટકા પૂર્ણ

રાજકોટ તા. ૯ : હિરાસર એરપોર્ટ ઝડપી બની રહ્યું છે, હવે રાજકોટ-અમદાવાદ સીકસ લેનનું કામ પણ યુધ્‍ધના ધોરણે ચાલી રહ્યુ છે, અને આ પૂલનું ઉદ્દઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે સપ્‍ટેમ્‍બરમાં થાય તે મુજબનો મહત્‍વનો કાર્યક્રમ ઘડાઇ ચૂકયાનું કલેકટર કચેરીના ટોચના અધિકારી સૂત્રોમાંથી આજે જાણવા મળ્‍યું હતું.
રાજકોટ-અમદાવાદ સીકસ લેન એ ૬૦૦ કરોડથી વધૂનો અત્‍યંત મહત્‍વનો પ્રોજેકટ છે, અમદાવાદથી લીંબડી સૂધીનું કામ પૂરૂ થઇ ગયું છે.
 સપ્‍ટેમ્‍બરમાં તો આખો સીકસ લેન હાઇવે તૈયાર થઇ જશે અને તે સંદર્ભે વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટથી બામણબોર સૂધીના ૩૦ કિ.મી.ના ટુકડાનું કામ ૯૦ ટકા પૂર્ણ થવા આવ્‍યું છે, રાજકોટની ભાગોળે આવેલા માલીયાસણ પાસે જબરૂ ટોલનાકૂ બની રહ્યું છે, તેનુ કામ ચાલૂ છે, ૧ મહિનામાં પુરૂ થઇ જશે, આ ઉપરાંત રાજકોટથી ૧૦ કિ.મી.દૂર એક ૧ાા કિ.મી. લાંબો પૂલ તૈયાર થઇ ગયો છે. જેનું ટેસ્‍ટીંગ ચાલૂ છે, બીજો પૂલ બની રહ્યો છે, જે ૧ાા મહિનામાં પૂર્ણ કરી લેવાશે.

 

(3:49 pm IST)