Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

આરોગ્યની સ્થિતિની સમીક્ષા, કમિશનર જયંતી રવિ રાજકોટમાં

રોગી કલ્યાણ અને મેડીકલ કોલેજ વિકાસ સમિતિની બેઠકઃ બાળકો અને માતાનો મૃત્યુ દર ઘટાડવા પર ભાર

રાજકોટ તા. ૧૦ :.. ગુજરાતના આરોગ્ય કમિશનર ડો. જયંતી રવિ આજે બપોર બાદ રાજકોટ આવી રહ્યા છે. તેઓ હોસ્પિટલ સંકુલમાં રકતદાન કેમ્પમાં હાજરી આપ્યા બાદ રોગી કલ્યાણ સમિતિ અને મેડીકલ કોલેજ વિકાસ સમિતિની બેઠકમાં હાજરી આપનાર છે. હોસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ, રોગચાળાની સ્થિતિ, સુવિધા, જરૂરીયાત, સાવચેતીના સંભવિત પગલા વગેરે બાબતોની સમીક્ષા કરશે. રાજય સરકારે તંદુરસ્ત સમાજ નિર્માણ માટે બાળ મૃત્યુ દર અને માતાનો મૃત્યુ દર ઘટાડવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. કમિશનર પણ એ જ દિશામાં ગતિ આપી રહ્યા છે. આરોગ્ય કમિશનરની મુલાકાતના પગલે હોસ્પિટલ તંત્રમાં ચહલપહલ વધી ગઇ છે.

(4:10 pm IST)