Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

કરવેરા અને રોકાણના દ્રષ્ટિકણથી બજેટનું વિશ્લેષણઃ

તાજેતરમાં રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા 'યુનીયન બજેટ ૨૦૧૮-૧૯ કરવેરા અને રોકાણના દ્રષ્ટિકોણથી' વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થી કેન્દ્રીય બજેટ ઉપર સરળ અને સચોટ ભાષામાં વિશ્લેષણ આપતો માર્ગદર્શન સેમીનાર યોજાઇ ગયો. આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીસ પ્રા.લી.ના એમ.ડી.અને સી.ઇ.ઓ. દક્ષેશભાઇ કોઠારીના સહયોગથી યોજાયેલ આ સેમીનારના પ્રારંભ એન્જી.એસો.ના જોઇન્ટ સેક્રેટરી યશરાજભાઇ ઠાકુરે સ્વાગત પ્રવચન કર્યા બાદ એસો.ના પ્રમુખ પરેશભાઇ વસાણી દ્વારા દક્ષેશભાઇનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ કંપનીના રાજીત કોઠારીએ પોતાના મંતવ્ય રજુ કરેલ કાર્યક્રમના મુખ્ય વકતા દક્ષેશભાઇ કોઠારીએ કેન્દ્રીય અંદાજપત્રના વિશ્લેષણમાં વિશ્વતરે આર્થિક વિકાસ અને જી.ડી.પી.ગ્રોથ વિશે સંપૂર્ણપણે જાણકારી આપતા વિવિધ દેશોના જી.ડી.પી. ગ્રોથના આંકડાઓ રજુ કર્યા હતા અને વિશ્વસ્તરે અસર કરતાં કોમોડીટી અને મેટલની સ્થિરતા અંગેના પુરાવારૂપે છેલ્લા ચાર વર્ષના ભાવ દર્શાવી પોલીસી રેટ અને ફુગાવાના સચોટ આંકડાઓ રજુ કર્યા હતા. ખુબ જ બહોળી સંખ્યામાં રાજકોટની બુદ્ધીજીવી આર્થિક અને શૈક્ષણિક રીતે સ્મૃધ્ધ એવી પ્રજાએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.(૧.૧૦)

(4:07 pm IST)