Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સહકારી સંસ્થામાં સાધારણ સભા બોલાવવા સક્ષમ ઓથોરીટીએ મંજુરી આપેલી હોય તો જ કાયદેસર ગણાય

નાનામવા રોડ ઉપર આવેલ કૈલાષ હાઉસીંગ સોસાયટીના કેસમાં બની બેઠેલા હોદ્દેદારોને લપડાક

 રાજકોટઃ તા.૧૦, અત્રેની લવાદ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ શહેરના હાર્દ સમા મેઇન રોડ ઉપર સરકારી સહાયથી અનુસુચીત જાતિના શ્રી કૈલાશ કો- ઓપ. હાઉ.સોસા.લી રાજકોટના બની  બેઠેલા હોદ્દેદારોએ કોઇપણની પુર્વ મંજુરી વગર, કાયદેસરની પ્રકિયા કર્યા વગર સાધારણ સભા બોલાવેલ અને તેવી ખાસ સાધારણના આધારે સોસાયટીમાં હોદ્દેદારો  બની બેઠા જેથી શ્રી કૈલાશ કો- ઓપ. હાઉ. સોસા.લી. રાજકોટના સાચા અને ખરા હોદ્દેદારો જગાભાઇ  ઉગાભાઇ સારૈયા- પ્રમુખ તથા કેશુભાઇ ભીખાભાઇ પરમારે એવી તકરાર સાથે રજુ કરેલ કે સોસાયટીમા  જગાભાઇ ઉગાભાઇ સારૈયા તથા કેશુભાઇ ભીખાભાઇ પરમાર કાયદેસર ચુંટાયેલા હોદ્દેદારો છે. અને તેઓ જ સોસાયટીનો વહિવટ વ્યવહાર કરેલ છે અને તેઓની જ કમીટી સાચી કમિટિ છે. તેવું ઠરાવી આપવા માંગેલ અને તે અન્વયે મનાઇ હુકમ માંગેલ અને તેમાં કૈલાશ- કો.ઓપ. હાઉ.સોસા.લી.ના સાચા હોદ્દેદારોની દલીલો પુરાવો ધ્યાને લઇને લવાદ કોર્ટના જજશ્રી મકવાણાએ દાવો મંજુર કરેલ છે.

 સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી મહેન્દ્ર કે ફડદુ તથા સતિષ દેથલીયાએ કેસની હકીકતો અને વિગતો તપાસીને કાયદાકીય રજુઆત કરેલ કે, કોઇપણ સહકારી સંસ્થાની ખાસ સાધારણ સભા કાયદેસરની પ્રકિયા કરીને પછી બોલાવી શકાય તે સીવાય નહિ તેમજ તે અંગે અગાઉથી પ્રોસીજર કરવાની રહે અને તેને સક્ષમ ઓથોરીટી હુકમ કરે પછી  જ ખાસ સાધારણ સભા બોલાવી શકાય અને તે અંગેના આધાર પુરાવાઓ, જુબાની આપીને મંડળીના પ્રમુખશ્રી એ તેનો કેસ સાબીત કરેલ  અને હંસાબેન પરમાર પ્રમુખ ન હોવા છતા મંડળીનો વહિવટ, વ્યવહાર કરવા માટે કોઇ હકક કે અધિકાર નથી વિગેરે રજુઆત કરતા, તેની રજુઆતોમાં તથ્યતા જણાવા લવાદ કોર્ટના જજશ્રી પી.કે. મકવાણાએ એવી સપષ્ટ તારણ સાથે રદ કરેલ કે સહકારી સંસ્થામાં ખાસ સાધારણ સભા કાયદેસરની પ્રકિયા વગર બોલાવી શકાય નહિ અને સક્ષમ ઓથોરીટી તે સાધારણ સભા બોલાવવા કોઇ હુકમ કરેલ ન હોય તો તે ગેરકાયદેસર છે અને તેના સાચા અને ખરા હોદ્દેદારોને નુકશાન જાય છે, તેનો હકક છીનવાય જાય છે તેમ ગણીને દાવાના આધાર પુરાવાઓ રજુઆતો ધ્યાને લઇને મંડળીના સાચા અને ખરા હોદ્દેદાર જગાભાઇ ઉગાભાઇ પરમાર તથા કેશુબેન ભીખાભાઇ પરમારનો દાવો મંજુર કરેલ છે.

 આ કામમાં શ્રી કૈલાશ કો-ઓપ. હાઉ. સોસા.લી. તથા તેના સાચા હોદ્દેદારો વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ મહેન્દ્ર ફડદુ, સુભાષ પટેલ,  સતિષ દેથલીયા, રેનિશ માકડીયા રોકાયેલ છે.

(3:04 pm IST)