Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ અકબંધ રહેશે : ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ

વોર્ડ નં. ૪માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટનઃ લોકોનો વિશ્વાસ એળે નહિં જાય, ભરોસો વધુ બુલંદ બનશે : કૈલાશ નકુમ

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ – ૪ની પેટા ચુંટણી અંતર્ગત કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું શહેર પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરૂ અને કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત દ્વારા ખુલ્લું મુકાયું હતું. પેટા ચુંટણીમાં કોંગ્રેસનો ગઢ અકબંધ રહેશે તેમ તમામ સમાજના લોકોએ સંકલ્પ લીધો હતો.

રણછોડદાસ બાપુના આશ્રમની બાજુમાં ૮૦, ફૂટના રોડ પર કોંગ્રેસનું કાર્યાલય ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગે ઇન્દ્રનીલભાઈ રાજગુરૂએ કાર્યકારોને સંબોધતા કહ્યું હતું કે વોર્ડ – ૪ માં સ્વર્ગસ્થ કોંગી કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરે અનેક વિકાસ કામ કર્યા હતા લોકોના પ્રશ્ને સતત જાગૃત હતા તેમની સેવાની સુવાસ અકબંધ રહે તે માટે કોંગ્રેસ સતત કાર્યરત રહેશે પેટા ચુંટણીના ઉમેદવાર કૈલાશ નકુમ પણ સેવાના ભેખધારી છે લોકોની વચ્ચે સતત રહે છે લોક પ્રશ્ન માટે જાગૃત રહે છે માટે આ ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા હાકલ કરી હતી.

તેવી જ રીતે કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે પણ પ્રભાતભાઈ ડાંગરની સેવાકીય પ્રવુતિને યાદ કરી હતી અને વોર્ડ – ૪ ની પેટા ચુંટણીમાં કૈલાશ નકુમ પણ સેવાની જયોત પ્રગટાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી.

આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર કૈલાશ નકુમે કહ્યું હતું કે લોકોનો વિશ્વાસ એળે નહિ જાય લોકોનો ભરોષો વધુ બુલંદ બનશે તેવા કામ માટે સતત પ્રયત્નશીલ રહીશ કોંગ્રેસ પક્ષના કાર્યશીલ કોર્પોરેટર સ્વ. પ્રભાતભાઈ ડાંગર અણધારી વિદાયથી પેટા ચુંટણી યોજાઈ રહી છે તેમની સેવાકીય પ્રવુતિ સતત ચાલુ જ રહેશે તેમ કોંગ્રેસના ઉમેદવાર કૈલાશ નકુમે જણાવ્યું હતું.

કોંગ્રેસ વિરોધ પક્ષમાં હોવા છતાં વિસ્તારના અસંખ્ય કામ કર્યા છે લોકોની સુખાકારી માટે પોતાની ગ્રાન્ટનો સદઉપયોગ કર્યો છે ધારા સભ્યની ગ્રાન્ટથી અનેક કામ થયા છે વોર્ડના મતદારોએ કોંગ્રેસના કર્યોની નોધ લીધી છે તેમ કોંગ્રેસના વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને મિતુલ દોંગાએ જણાવ્યું હતું. (૩૭.૧૦)

(2:55 pm IST)