Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ખટારા સ્ટેન્ડમાં જૂગાર રમતાં ૬ પકડાયાઃ ૩૫૯૦૦ની રોકડ કબ્જે

આજીડેમ પોલીસ મથકના ડી. સ્ટાફે દરોડો પાડ્યો

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકના પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પી.એસ.આઇ. એમ. પી. સોનારા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, જયેશભાઇ નિમાવત, કનકસિંહ સોલંકી, જયદિપસિંહ બોરાણા, શૈલેષભાઇ ભીંસડીયા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન યાર્ડ નજીક ખટારા સ્ટેન્ડ પાસે દરોડો પાડી ખટારા પાછળ બેસી તિનપત્તીનો જૂગાર રમતાં રણજીત કાનજીભાઇ વાઢેર (ઉ.૩૭), બિજલ મોમભાઇ ફાંગલીયા (ઉ.૨૫), જગદીશ વિભાભાઇ વાઢેર (ઉ.૩૭), અરજણ રૂપાભાઇ પરમાર (ઉ.૨૫), લાલા મખાભાઇ વકાતર (ઉ.૩૬) અને તરૂણ વિષ્ણુભાઇ કાપડી (ઉ.૨૫)ને પકડી લઇ રૂ. ૩૫૯૦૦ રોકડા તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

(12:37 pm IST)