Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ગાંધીગ્રામ અને વિવેકાનંદનગરમાં દરોડાઃ રૂ. ૬૩ હજારનો દારૂ કબ્જે

ગાંધીગ્રામના દર્શન ઉર્ફ ગવલીની ધરપકડઃ વિવેકાનંદનગરના પ્રવિણ ઉર્ફ મલ્લની શોધખોળઃ ગાંધીગ્રામ અને ભકિતનગર પોલીસની કાર્યવાહી

રાજકોટઃ દારૂના બે દરોડામાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ સોસાયટી શેરી નં. ૩-બીમાં 'ગુલાબ નિવાસ' ખાતે રહેતાં દર્શન ઉર્ફ ગવલી રાજુભાઇ ગવલી (હાજરીયા) (ઉ.૨૪)ના ઘરમાં દરોડો પાડી રૂ. ૩૧૨૦૦નો ૮૦ બોટલ દારૂ કબ્જે કર્યો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ડો. કરણરાજ વાઘેલાની સુચના અને પી.આઇ. એચ.આર. ભાટુની રાહબરી હેઠળ પી.એસ.આઇ. આર. જે. જાડેજા, હેડકોન્સ. પ્રવિણભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ પટેલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પ્રવિણભાઇ અને યુવરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. પી.એમ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, કોન્સ. દિપકભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, સલિમભાઇ મકરાણી, રાણાભાઇ કુગશીયા સહિતે કોઠારીયા રોડ વિવેકાનંદનગર-૪માં રહેતાં પ્રવિણ ઉર્ફ મલ્લ ભરતભાઇ ઠાકરના ઘરમાં દરોડો પાડી રૂ. ૩૧૯૦૦નો ૫૯ બોટલ દારૂ જપ્ત કર્યો હતો. પ્રવિણ હાજર નહોતો. રણજીતસિંહ, સલિમભાઇ અને વાલજીભાઇની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી.

(12:35 pm IST)