Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

નાકરાવાડીમાં બાળલગ્ન અટકાવાયા

 રાજકોટ : નાકરાવાડી વિસ્તારમાં કોળી પરિવારમાં બાળલગ્ન યોજાવવાના હોવાની જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાને અરજીરૂપે ફરીયાદ મળી હતી, જેના આધારે કનકસિંહ ઝાલા, એમ.એન. ગોસ્વામી, એ.એસ. વાઘેલા, અમ.પી. પંડીત, અલ્પેશગીરી ગોસ્વામી, પલકરાજ જાડેજા અને મિત્સુબેન વ્યાસ સહિતે નાકરાવાડીમાં દરોડો પાડી સગીરા અને બેડી ગામના સગીરના લગ્ન થતા અટકાવ્યા હતા અને બાળલગ્ન અટકાયત અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(4:53 pm IST)
  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST

  • રાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST