News of Friday, 9th February 2018

યોગી પાર્ક તથા કુમકુમ પાર્ક વિસ્તારમાં પેવિંગ-બ્લોકના કામનો પ્રારંભ

રાજકોટ  તા.૯:  વોર્ડનં. ૧૦માંકોંગી કોર્પોરેટર મનસુખ કાલરીયાની ગ્રાન્ટમાંથી કાલાવાડ રોડ ઉપર યોગીપાર્ક તથા વિમલનગર રોડ ઉપર કુમકુમપાર્કની બાજુના વિસ્તારમાં પેવિંગ બ્લોકના કામો મંજુર થતા યોગીપાર્કમાં સ્થાનિક આગેવાનો જયેન્દ્રસિંહ રાણા તથા અશોકભાઇ રાજગુરૂ અને કુમકુમપાર્કમાં રાજુભાઇ પટેલ તથા મનસુખભાઇ મુંગરાના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે વોર્ડ કોંગી પ્રમુખ જગદીશ ડોડીયા, મહામંત્રી નિલેશ વિરાણી, મયંકભાઇ હાથી ઉપરાંત સ્થાનિક આગેવાનો સર્વશ્રી પ્રવિણભાઇ આરદેશણા, રવિભાઇ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા, વિજયભાઇ કાચા, મનસુખભાઇ પાડલીયા, અનીલભાઇ મુંગરા, પરેશભાઇ વ્યાસ, રવિરાજસિંહ સરવૈયા, મિલનભાઇ વાંસજાલીયા, પરસોતમભાઇ પરસાણા, જયદિપ વાંસજાળીયા, જયેશાભાઇ બોડા, જયંતિભાઇ પટેલ, ઘનશ્યામભાઇ પટેલ, ભીમાણીભાઇ, રતિલાલભાઇ પાડલીયા, લક્ષ્મીનારાયણ મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:29 pm IST)
  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST