Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

દેશી દારૂના 500 લીટરના જથ્થા સાથે કલ્પેશને પકડી લેતી એલ.સી.બી. ઝોન-૧ ટીમ

પીએસઆઇ બી.વી. બોરીસાગર, એએસઆઈ કોડિયાતર, હેડકોન્સ.વિજેન્દ્રસિંહ અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ  દારૂ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના માલી હોઈ જે અન્વયે એલસીબી ઝોન 1 ટીમે કોન્સ સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા રવીરાજભાઇ પટગીરની સંયુકત બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તીરૂપતી બાલાજી સોસાયટી પાછળ નદીના કાંઠે દરોડો પાડી કલ્પેશ કરમશીભાઇ દેલવાણીયા દેવીપૂજક (ઉ.વ.-૨૫ ધંધો-મજુરીકામ રહે.ગ્રીનલેન્ડ ચોકડી પાસે તીરૂપતી બાલાજી સોસાયટી પાછળ PGVCL સબ સ્ટેશનની બાજુમાં)ને પકડી દેશી દારૂ લીટર ૫૦૦ કિંમત રૂપીયા ૧૦,૦૦૦ તથા એક વીવો Y 72 એન્ડ્રોઇડ ફોન કિંમત રૂપીયા ૫,૦૦૦ મળી કુલ મુદામાલ રૂ. ૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અગાઉ પણ આ શખ્સ દારૂ જુગારમાં પકડાયો હતો. 

  આ કામગીરી પીએસઆઇ બી.વી.બોરીસાગર, એ.એસ.આઇ આર.એચ.કોડીયાતર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ.જીતુભા ઝાલા, દીવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, રવીરાજભાઇ પટગીર તથા હિતેશભાઇ પરમાર સહિતે કરી હતી.

(7:20 pm IST)