Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

કાલે સૂર સંગમનો સંગીતનો કાર્યક્રમ

રાજકોટઃ સૂર સંગમ મ્‍યુઝીકલ ગૃપનો વર્ષનો ત્રીજો કરા ઓકે ટ્રેક ઉપરનો  સંગીતનો કાયક્રમ કાલે તા.૧૦ ને શનિવારે સાંજે ૫.૩૦ વાગ્‍યે ઇવનીંગ પોસ્‍ટ, સિનીયર સીટીઝન્‍સ પાર્ક ચૌધરી સ્‍કુલ પાસે જિલ્લા બેંક ભવન પાસે, જ્‍યુબીલી બાગ નજીક પ્રભુકૃપા હોસ્‍પીટલ સામે રાજકોટ ખાતે આયોજીત થયેલ છે.  આ કાર્યક્રમમાં સંસ્‍થાના કલાકારો સર્વશ્રી બળવંત રાઠોડ હરેશ ધીરવાણી, દિપક કકકડ, નિલેષ જાની, અજય દવે, એ.જે. ત્રિવેદી, શ્રીમતી જયશ્રી ચૌધરી, અનુજ મિત્રા, મુબારક મકવાણા, હરેશ ગજ્જર, દિનેશ વાળા, કિશોર સાપરીયા,  જિજ્ઞેશ રાજપરા, પોનાના સુમધૂર કંઠે જૂની ફિલ્‍મોના યાદગર સદાબહાર ગીતો પ્રસ્‍તુત કરશે. સંસ્‍થા દ્વારા ‘યોગ' ત્‍થા સ્‍પોકન ઇંગ્‍લીશના ક્‍લાસ પણ ચલાવવામાં આવે છે. ઉપરાંત કરા ઓકે ટ્રેક ઉપર ફિલ્‍મીગીતો ગાતા શિખવા માટેનું તાલીમ કેન્‍દ્ર પણ ચલાવવામાં આવે છે.  આવતીકાલના સંગીતના કાર્યક્રમનુ સંચાલન અને ઉદ્‌ઘોષણા સંસ્‍થાના જ્‍યોતીબેન સંભાળશે. કાર્યક્રમની સફળતા માટે સંસ્‍થાના પ્રમુખશ્રી સુરેશભાઇ વ્‍યાસ (મો. ૮૭૮૦૮૦૮૨૬૩) જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:34 pm IST)