Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વોર્ડનં.૧૧ના અંબિકા ટાઉનશીપ વિસ્‍તારના રસ્‍તા પર ખાડા-ખરબચડાનું સામ્રાજ્‍ય

આ લતાના રોડ તાકિદે પેવર કામ કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મનપા તંત્રને રજૂઆત

રાજકોટ,તા.૯ : શહેરના કોડ નંબર ૧૧ ના અંબિકા ટાઉનશીપ વિસ્‍તારમાં જર્જરિત રોડ રસ્‍તા ઉપર ડામર પેવર રોડ બનાવવા સામાજિક કાર્યકર સવજીભાઈ ફળદુ દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.  આ અંગે સવજીભાઈ પાછળ પત્રમાં જણાવ્‍યું હતું કે, વોર્ડ નં,૧૧ ના અંબિકા ટાઉનશિપ સ્‍પીડ વેલ પાર્ટી પ્‍લોટ પાસેના શ્રી નાથધામ હવેલી ચોકથી સિધ્‍ધી ચોક જય દ્વારકાધીશ ચોક સુધીનો આખે આખો રોડ રસ્‍તો ખાડા ખરબચડા વાળો જર્જરિત હાલતમાં હોવાથી પગપાળા હલન ચલન કરતા લોકો તથા હળવા ભારે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયેલ હોવાથી સ્‍થળ તપાસ સર્વે કરાવી તાત્‍કાલિક જાહેર રોડ રસ્‍તા ઉપર ડામર પેવર રોડ રસ્‍તો બનાવી તાકિદે આ સમસ્‍યા ઉકેલવા માંગ છે.

(4:29 pm IST)